________________
૧૪: આણાએ ધમ્મો :
108
૦ થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું ?
• દૃષ્ટાતો તરવા માટે છે, ડૂબવા માટે નહિ • તપ-ત્યાગનો ઉપદેશ એ ઊંચી કોટિની દયા છે : • ભગવાનને અભિગ્રહ કરવો નહોતો પડ્યો • હવે તો ઉદ્યમની જ જરૂર :
પણ કર્યો હતો : - સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ : • આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ :
વિષય : જ્ઞાનીની દવાનું સ્વરૂપ, સાધનની અનિવાર્યતા, દષ્ટાંર્તામાંથી શું લેવું
અને આજ્ઞાપાલન એ જ ધર્મ, પરિમિત આયુષ્યવાળાને સંયમની સાધના પ્રાપ્ત થાય છે. અપરિમિત આયુવાળા આત્મા સંયમ સાધી ન શકે. આ વસ્તુસ્થિતિ હોવાથી આપણે એ ટૂંકા આયુષ્યને સાર્થક કરવા સાધના કરી લેવી જોઈએ. થોડા સમયમાં જ લાભ વધારે પ્રાપ્ત થાય એવી સાધના કરવી જોઈએ. માટે જ જ્ઞાની તપ અને ત્યાગનો ઉપદેશ આપે છે. જીવો દુઃખી ન થાય એ જ્ઞાનીની ભાવના છે. જ્ઞાનીની એ ભાવનાને સફળ કરવા જીવે સ્વયં તપ-ત્યાગાદિમાં ઉદ્યમ કરવો જરૂરી બને છે. ઉદ્યમ વિના મોક્ષ મળતો નથી. એ બધી વાતો સુંદર રીતે સમજાવ્યા બાદ જ્ઞાનીઓએ આપેલાં દૃષ્ટાંતો, કથાનકોમાંથી કઈ વાત લેવી અને કઈ ન લેવી ? એનો ઉપયોગ તરવા જ શા માટે કરવો ? વગેરે બાબતો વર્ણવી પરમાત્માશ્રી મહાવીર દેવે માતા-પિતાની હાજરીમાં દિક્ષા ન લેવા સંબંધી અભિગ્રહ કર્યો હતો કે, તેમને કરવો પડ્યો હતો, એ વાત કહી અંતે આજ્ઞાસિદ્ધ મર્યાદાના રક્ષણમાં જ સૌનું હિત છે, એમ કહી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાક્યાતૃત • સંયમ અને ત્યાગનો ઉપદેશ આપવામાં ઊંચી કોટિની દયા સિવાય બીજું કશું જ નથી. • પૌલિક સંયોગ છૂટે ત્યારે જ જ્ઞાનીને આનંદ થાય અને ન છૂટે ત્યાં સુધી તો જ્ઞાનીને પીડા થાય.
ઉપકારીઓએ આપેલાં દૃષ્ટાંતો તરવા માટે આપ્યાં છે, પણ ડૂબવા માટે નથી આપ્યાં. • ‘શાસ્ત્ર, એક પણ વાત આશ્રવ માર્ગે જવા માટે નથી લખી' - એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. • આગમના આધાર વિના પણ સ્વયં હિતાહિત જાણી શકે તે આગમવિહારી. • જે જે મર્યાદાઓ આપણા માટે શાસ્ત્ર બાંધી છે, તેનું યથાશક્તિ પાલન એ જ આપણા માટે ધર્મ,
એ આજ્ઞાથી વિરુદ્ધ વર્તન એ આપણા માટે મહાઅધર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org