________________
૧૪ઃ આણાએ ધમો?
થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું?
સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા ખાતર આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાનું કર્મવિપાકની ગરિષ્ઠતા બતાવનારું આ બીજું સૂત્ર રચ્યું છે. એ સૂત્રના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિઓનાં દુઃખનું વર્ણન કર્યું : એમાં નરક ગતિના દુઃખને વચનાતીત જણાવ્યું અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોના દુઃખોનું વર્ણન કરતાં પણ પ્રથમ પૃથ્વીકાય' આદિ એકેંદ્રિય જીવોના કારમા દુ:ખનો ખ્યાલ આપ્યો. એ ઉપરથી સ્પષ્ટ છે કે –
પૃથ્વીકાય' આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને, ચિરકાલ સુધી તાડનતર્જન અને છેદનભેદન આદિ અનેક પ્રકારની કારમી વેદનાઓ સહેવી પડે છે : કારણ કે એ પૈકીના પૃથ્વીકાય આદિ ચાર અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે ત્યારે અનંતકાયની એટલે સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. એ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને સ્થાવર કહેવાય છે અને તેઓને માત્ર એક સ્પર્શનેંદ્રિય જ હોય છે. એ જીવો, “સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેવી આપત્તિમાં પણ ખસી શકે તેમ નથી. બિચારા એ જીવોનો ઉદય ભવિતવ્યતાને આધીન છે. ઘણી આપત્તિના યોગે અકામ નિર્જરા થાય અને એના યોગે એ જીવોનો ઉદ્ધાર થાય. “સ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વીકાયાદિ જીવોને ખસવાની શક્તિ નથી.
કર્મના ભારથી દબાયેલા હોવાના કારણે એ જીવો, ગમે તેવી તકલીફ છતાં પણ ખસી શકતા નથી એથી ઉપાલંભને પાત્ર નથી પણ જેઓ, સંજ્ઞી પંચેંદ્રિય અને વસ્તુના જાણ હોવાનો દાવો કરનારા હોવા છતાં પણ આપત્તિનાં કારણોથી નથી ખસતા તેઓ માટે શું કહેવું ? પ્રમાદમાં પડીને એવી દુઃખમય દુર્ગતિમાં ચાલ્યું જવું પડે એના કરતાં થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું ? જે કષ્ટ વાસ્તવિક રીતે કષ્ટરૂપ જ નથી તે કષ્ટથી મૂંઝાવું અને પરિણામે ભયંકર કષ્ટમાં પટકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org