________________
- ૧૪: આણાએ ધમો - 108 ----૧૦૭
દેનારા પ્રમાદોને વશ થઈને કંગાલ હાલતે પહોંચી એવાં કારમાં દુઃખ ભોગવવાં વડે એના કરતાં અહીં દેખાતી થોડી તકલીફના યોગે અનંતાં દુઃખ મટતાં હોય તો વાંધો શો ? અનંતકાળ પીડા સહેવી પડે એના કરતાં પરિમિત કાળ સંયમ સેવી એ પીડા ટાળવી એમાં ખોટું શું ?
સંયમ પરિમિત આયુષ્યવાળાને જ હોય છે. ધર્મ પરિમિત આયુષ્યવાળા જ પામે છે. અસંખ્યાત આયુષ્ય હોય ત્યાં સંયમ નથી. પરિમિત આયુષ્ય એટલે બહુ તો એક કરોડ પૂર્વનું આયુષ્ય. પંચમ કાળનું આયુષ્ય તો કેટલું છે. એ તો જાણીએ છીએ ને! પરિમિત કાળમાં થોડી તકલીફ વેઠી એવું કાં ન ઊભું કરીએ કે જેથી અનંતકાળનું દુઃખ વેઠવાનો સમય ન આવે ? વાણીઓ લાભાલાભની દૃષ્ટિએ જુએ કે નહિ ? અનંતી વેદના સહન કરવાની સ્થિતિ ઊભી કરવા કરતાં થોડી તકલીફ વેઠી અનંતી વેદના શમતી હોય એ લાભ ડાહ્યો આદમી કેમ જ જતો કરે ? થોડા કષ્ટ ઘણું સાધવાનું તેને જ ન ગમે કે જે અજ્ઞાની હોય. તપ-ત્યાગનો ઉપદેશ એ ઊંચી કોટિની દયા છે :
અનંતજ્ઞાનીઓની દષ્ટિએ, જો અનંત લાભ ન દેખાતો હોત તો આ બધાને તજવાનું એ અનંત દયાળુ જ્ઞાનીઓ કદી ન કહેત. કોઈને પણ ભોજન આદિનો અંતરાય ન કરવાનું કહેનારા અને ભૂખ્યા તરસ્યાની પણ દયા ખાનારા આ જ્ઞાનીઓ, ભૂખ તરસ વેઠવાનું કહે છે એનું કારણ ઊંચી કોટિની દયા સિવાય બીજું કશું જ નથી. દીન અનાથની રક્ષા કરવાનું તથા એમને પણ અંતરાય નહિ કરવાનું કહેનારા આ જ્ઞાનીઓ, ભૂખ્યા તરસ્યા રહેવાનું કહે છે એમાં : એ તારકોએ હિત જ જોયું છે એ નિર્વિવાદ છે. એ તારકોની દયા જુદી કોટિની છે એટલે મિથ્યામતમાં ફસેલાઓથી ન સમજાય તેવી છે. સંયમ અને ત્યાગનો ઉપદેશ આપવામાં ઊંચી કોટિની દયા એ જ એક કારણ છે.
મનુષ્યપણામાં આવેલાને ભાર દઈને એ જ્ઞાનીઓ કહે છે કે “આ જીવન તો ત્યાગ કરવા માટે છે. આ જીવનમાં રંગરાગ ન હોય, આ જીવનમાં તો ત્યાગના ફુવારા છૂટવા જોઈએ અને મોજશોખ વિલાસમાં પડી આ જિંદગી ન ગુમાવવી જોઈએ. થોડા વખતના ભોગસુખમાં પડી અનંતકાળની કારમી મુસાફરીમાં ચાલ્યા ન જવું પડે એ દયાથી આ અનંતજ્ઞાની દયાળુઓ, તમને છોડવાનું કહે છે અન્યથા જેમાં તમે સુખ માનો છો એને એ ઉપકારીઓ છોડવાનું કહે જ શા માટે ? એકાંતે હિત જુએ છે માટે જ કહે છે અન્યથા શ્રી જિનેશ્વરદેવ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org