________________
૧૭૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬
-
હિતેષી મહાપુરુષ સુખસાહ્યબીથી દૂર થવાનું અને ઘરબારથી નિરાળા થવાનું ફરમાવે જ શું કામ ? લાંબુ હિત જુએ છે, માટે જ જ્ઞાનીઓ, ઘરબાર વગરના બનવાનું કહે છે. ખાવા કરતાં નહિ ખાવામાં સુખ જુએ છે માટે જ ખાવાનો ત્યાગ કરવાનું એટલે કે તપ કરવાનું કહે છે.
1588
શ્રી તીર્થંક૨દેવે, અનેક રાજકુમારો વગેરેને ભિક્ષુક બનાવ્યા છે એમાં ઊંચી કોટિની દયા સિવાય બીજું કોઈ જ કારણ નથી. એ દયાનું રહસ્ય જે સમજે તે જ સાચો જ્ઞાની અને એવો જ્ઞાની પૌદ્ગલિક સંયોગના ત્યાગમાં તકલીફ જ ન માને. જેને એમાં તકલીફ દેખાય તે વાસ્તવિક રીતે જ્ઞાની નથી. પૌદ્ગલિક સંયોગ છૂટે ત્યારે જ જ્ઞાનીને આનંદ થાય અને ન છૂટે ત્યાં સુધી તો જ્ઞાનીને પીડા થાય.
Jain Education International
ઘરબાર કુટુંબના પ્રેમમાં તો જ્ઞાનીને ચિંતા થાય અને એ પ્રેમ છૂટવાના સમયે જ્ઞાનીને શાંતિ થાય, ‘હા-આ-શ છૂટ્યો’ એમ થાય. લાકડાની ભારી બે ગાઉથી કોઈ બાઈ કે ભાઈ લાવે અને કોઈ ઉઠાવનાર મળે તો જેમ હા-આ-શ થાય તેમ જ્ઞાનીને એવે પ્રસંગે હા-આ-શ થાય. બાહ્ય સંયોગ ઉપર પ્રેમ એ અજ્ઞાનતાને લઈને છે. એ અજ્ઞાનતા જાય તો બાહ્ય સંયોગ એની મેળે છૂટશે. બહારના સંયોગોને અંગે જે વિકલ્પો થાય છે, તે તમામ સાચા જ્ઞાનની ખામીને લઈને થાય છે. એ ખામી સાધારણ નથી પણ મોટી છે. એ ખામી ટાળવા માટે દયાના સાગર શ્રી જિનેશ્વરદેવોએ ઓછું નથી કર્યું. એ ઉપકારીની એ સઘળી કરણી એ ઊંચી કોટિની દયાનું જ પરિણામ છે.
હવે તો ઉધમની જ જરૂર :
એ ઊંચી કોટિની દયાના પરિણામરૂપ શાસનની આરાધના માટે ઉઘમ અનિવાર્ય છે. ઉદ્યમ વિના એ શાસનની આરાધના અશક્ય છે. ઉઘમ છતાં પણ આરાધના ન થાય તો અંતરાયના ઉદયને માનવો એ ઠીક છે પણ વિના ઉદ્યમે જ આરાધના ન થાય ને અંતરાયના ઉદયને આગળ કરવો એ ઠીક નથી. ચાર કલાક ગપ્પાં મારનાર અને ઇરાદાપૂર્વક જિનપૂજા તથા સામાયિક આદિ ન કરનાર, અંતરાયના ઉદયને આગળ કરે એ કેમ ચાલે ? કર્મનો ઉદય છે એ વાત ખરી પણ કર્મનો ઉદય કહીને બચાવ કરવાનો એવાઓને અધિકાર નથી. વસ્તુને મેળવવા પ્રયત્ન ન કરવામાં આવે અને અંતરાયના ઉદયને બચાવમાં લાવવો એ સમજુને કેમ શોભે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org