________________
187
- ૧૪ : આણાએ ધો - 108 –
- ૧૬૯
- એકેંદ્રિય આદિના ઉદયમાં ભવિતવ્યતા આદિ પ્રધાન કારણ મનાય પણ સમ્યગ્દષ્ટિ માટે તો પ્રધાન કારણ ઉદ્યમ મનાય છે. શ્રી તીર્થંકરદેવને કેવળજ્ઞાન પુરુષાર્થથી થાય. કર્મ, ભવિતવ્યતા એ બધુંયે ત્યાં ખરું પણ મુખ્ય પુરુષાર્થ માટે તો કહ્યું કે શ્રી તીર્થંકરદેવો, ઇંદ્રોની સહાયથી કેવળજ્ઞાન નથી મેળવતા પણ સ્વબળે જ મેળવે છે. શ્રી જિનેશ્વરદેવ જાણે છે કે “આ ભવે નિયમો મુક્તિ છે, અમુક કાળે કેવળજ્ઞાન છે.” તથાપિ એ તારકો, ઘોર તપ તપે છે : કારણ કે પ્રધાનતા પુરુષાર્થની છે. એ તારકોએ, શા માટે સાધ્યને સાધવાના પ્રયત્ન કર્યા એ વિચારો. જેઓ બધું જાણતા હતા તેઓને પણ ઉદ્યમની જરૂર તો આપણને કેમ જરૂર નહિ ? પ્રભુને તો આયુષ્યનો નિશ્ચય હતો, નિયમા મુક્તિની ખાતરી હતી. શંકા હતી જ નહિ એ છતાં પણ એ તારકે, સુંદરમાં સુંદર સંયમ સેવ્યું, અજોડ દાન દીધું, ઘોર તપ કર્યો અને ભાવની સ્થિરતાપૂર્વક અનેક ઉપસર્ગો સહ્યા તો પછી આપણાથી પ્રમાદી થઈને કેમ જ બેસી રહેવાય ? એ જ્ઞાનીઓની ઊંચી કોટિની દયાનો લાભ લેવો જ હોય તો એ જ્ઞાનીઓની આજ્ઞા મુજબના ઉદ્યમની અવશ્ય જરૂર છે. સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ સભા: તેવા પ્રકારના ઉદ્યમ વિના યથેચ્છ આનંદ કરતાં અનેક કેવળજ્ઞાન મેળવ્યું છે
તેનું શું ? આ પ્રશ્નથી, “આરાધના માટે ઉદ્યમ કરવો જોઈએ' આ વાતમાં વાંધો લાવી શકાય તેમ નથી કારણ કે સાધનની સાધના કર્યા વિના કોઈએ કેવળજ્ઞાન મેળવ્યું જ નથી. સાધ્યની સિદ્ધિ સાધનથી જ શક્ય છે. કોઈપણ આત્માએ, સાધનની આરાધના વિના કેવળજ્ઞાન મેળવ્યું નથી. ઇલાચીકુમાર આદિ કોઈએ પણ, અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા સાધનને પામ્યા વિના સાધ્યની સિદ્ધિ સાધી જ નથી. નટડી ઉપરના મોહે કે વાંસડા ઉપરના નાચે, શ્રી ઇલાચીકુમારને કેવળજ્ઞાન નથી આપ્યું : પણ મુનિવરના દર્શને અને એ દર્શનના યોગે આવેલી અનુપમ ભાવનાએ આપ્યું છે. શ્રી ભરત મહારાજાને પણ અરીસાભવને કેવળજ્ઞાન નથી આપ્યું પણ અન્યત્વ ભાવનાએ આપ્યું છે. અરીસાભવનમાં રહેવું જોઈએ એ માન્યતાથી કદી કેવળજ્ઞાન ન થાત. અંગુલીથી મુદ્રિકા ખરી પડી અને અન્યત્વભાવના જાગી : તે પછી અંગ ઉપરના અલંકારો ઉતારવા માંડ્યા અને અન્યત્વભાવના ખીલી ત્યારે કેવળજ્ઞાન થયું છે. એમને ખ્યાલ થયો કે “આ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org