________________
૧૭૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ----
-
1988
પારકું છે અને નવીયં નતિ' - મારું નથી, ત્યારે કેવળજ્ઞાન થયું છે પણ એમ ને એમ નથી થયું. આવા આવા સઘળા પ્રસંગો, “સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ થાય છે” એ વાતને મજબૂત કરે છે : માટે કલ્યાણના અર્થીઓએ, સાધનની અવગણના કદી જ ન કરવી જોઈએ. દષ્ટાંતો તરવા માટે છે, ડૂબવા માટે નહિ?
ઉપકારીઓએ, આપેલાં દૃષ્ટાંતો તરવા માટે આપ્યાં છે પણ ડૂબવા માટે નથી આપ્યાં. શાસ્ત્ર, એક પણ વાત આશ્રવમાર્ગે જવા માટે નથી લખી એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. આજનાઓ, ભગવાન શ્રીમહાવીરદેવે “માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાનો અભિગ્રહ કર્યો હતો એ યાદ રાખે પણ “કેમ કર્યો હતો એ યાદ ન રાખે : કારણ કે એ યાદ રાખવામાં વાંધો આવે છે.
શ્રીમલયગિરિજી મહારાજાએ તો સાફ લખ્યું છે કે “ભગવાને અભિગ્રહ કર્યો કારણ કે ભગવાન, ત્રણ જ્ઞાનને ધરનારા હતા. જ્ઞાનીઓએ, જ્ઞાનથી હિત જાણીને આચરેલી વાતોનો આધાર લઈ : “આજ્ઞાસિદ્ધ માર્ગે ચાલતાં અટકી પડવું' એ, ઇરાદાપૂર્વક નાશના માર્ગે જવાનો ધંધો છે. જ્ઞાનીઓ, જે આચરે તે સૌથી ન આચરાય. “દૃષ્ટાંતોમાંથી શું લેવાય અને શું ન લેવાય' એનો પણ અભ્યાસ કરવાનો છે અને “શ્રી તીર્થંકરદેવોનાં દૃષ્ટાંતો વળી શા માટે છે ?” એ વાત પણ વિશિષ્ટ અભ્યાસ માગે છે.
ભગવાન શ્રી મહાવીરદેવે, જ્ઞાનથી જોઈને જરૂરી ધારીને કરેલા અભિગ્રહને વળગી : જેઓ, આજ્ઞા મુજબ આરાધનાના માર્ગે જતાં અટકી પડે છે : તેઓ, માતાપિતાની હયાતી બાદ ભગવાન નીકળ્યા હતા આ વાતનો આધાર લઈ સંસારનો ત્યાગ કેમ નથી કરતા ? “અભિગ્રહની વાત લેવી અને ત્યાગની વાત ન લેવી' એમાં શું સમ્યગ્દષ્ટિપણું છે ? મોહમગ્ન આત્માઓ, જ્ઞાનીના હેતુને વળગતા નથી અને એવી ચીજને વળગે છે કે જેથી ઉદય આપોઆપ અટકે : મહાપુરુષની સારી કરણી વખતે, “એ તો મોટા એટલે એમણે કર્યું, આપણાથી ન થાય' એમ કહેવું અને દુનિયાદારીની કારવાઈમાં ‘એમણે પણ કર્યું હતું તો આપણે કેમ ન કરીએ ?” એમ કહેવું - આ દશામાં કલ્યાણ કેમ થાય ? ભગવાનને અભિગ્રહ કરવો નહોતો પડ્યો પણ કર્યો હતો ?
ભગવાન શ્રી મહાવીરદેવના અભિગ્રહનો આધાર લઈ આજ્ઞાસિદ્ધમાર્ગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org