________________
1999
-
- ૧૪ : આણાએ ધો - 108 –
૧૭૧
આરાધનામાં અટકી પડનારાઓએ, સમજવું જોઈએ કે “ભગવાન શ્રી મહાવીરદેવને, અભિગ્રહ કરવો નહોતો પડ્યો : પણ ભગવાન શ્રી મહાવીરદેવે, અભિગ્રહ કર્યો હતો.' વધુમાં તેઓએ, એ પણ યાદ રાખવું જરૂરી છે કે “અભિગ્રહ કરનાર ભગવાને, અભિગ્રહ કરવાની આજ્ઞા નથી કરી.” આટલું છતાં પણ માત્ર દીક્ષા તરફ જ અરુચિ રાખી અભિગ્રહની વાત આગળ કરવી અને ભગવાન જ્ઞાનોપેત હતા માટે અભિગ્રહ કર્યો એમ ઠામ ઠામ ઉપકારીઓ લખે છે.” એ તરફ લક્ષ ન આપવું એ દશામાં ભગવાનનું શાસન રુચ્યું કેમ કહેવાય ? સભા : અભિગ્રહ કરવામાં મોહ હતો ?
શ્રી તીર્થંકરદેવમાં વિરાગ જાગતો જ હોય છે. એ સામાન્ય પુરુષ નથી હોતા પણ લોકોત્તર પુરુષ હોય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા, સ્તવના કરતાં સ્તવે છે કે -
"यदा मरुनरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते ।
અત્ર તત્ર તર્નામ, વિરહવં તપ તે છે ?” “હે નાથ ! જ્યારે આપ, દેવશ્રી અને નરેંદ્ર શ્રી ભોગવતા હતા અને
જ્યાં ત્યાં રતિ હતી તે વખતે પણ આપનું વિરક્તપણે કાયમ હતું.” તીર્થકર થવા પહેલાંના ભવમાં આ દશા હોય તો તીર્થકરપણાના ભવમાં કઈ દશા હોય એ વિચારો. એ તારકને રોમરોમમાં વિરાગ હોય છે. ભોગને રોગ માનીને તો એ ભોગવે છે. એવા લોકોત્તર પુરુષ માટે અભિગ્રહાદિના પ્રસંગો લઈને સીધી મોહના ઉદયની વાત કરવી એ વધારે પડતું છે એટલું જ નહિ પણ એવા પુણ્યપુરુષની આશાતના કરવા બરાબર છે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી તો કહે છે કે “ભગવાનને રહેવું પડ્યું માટે ભગવાન સંસારમાં નથી રહ્યા પણ ઇચ્છાથી રહ્યા છે. શ્રી નંદિવર્ધનની તાકાત નહોતી કે એમને પકડી રાખે પણ માતાપિતાના મરણ પછી પોતે પ્રતિજ્ઞા પૂરી થયાનું જણાવ્યું, શ્રીનંદિવર્ધને, માતાપિતાની વિરહવ્યથા જણાવી ક્ષત પર ક્ષાર ન કરવા કહ્યું. એ વખતે ભગવાને સંસારનું સ્વરૂપ પણ સમજાવ્યું. કોના બાપ, કોના દીકરા, કોના ભાઈ એ વગેરે શિખામણ પણ આપી; પણ જ્ઞાનથી જાણીને રહ્યા. આથી સ્પષ્ટ છે કે “ભગવાનને અભિગ્રહ કરવો નથી પડ્યો પણ જ્ઞાનથી કરવો જરૂરી ધારીને કર્યો છે અને શ્રીનંદિવર્ધન આદિના આગ્રહથી રહેવું પડ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org