________________
૧૭૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ઙ
છે માટે નથી રહ્યા પણ જ્ઞાનથી રહેવું જરૂરી જાણી રહ્યા છે.’ આવા મહાપુરુષોની તો આજ્ઞા એ જ આપણા માટે ધર્મ છે.
આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ :
આપણા માટે આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ છે. દીક્ષા માટે આઠ વર્ષની ઉંમરનો કાયદો અમારા માટે, પણ આગમવિહારી માટે નહિ. આગમના આધાર વિના પણ સ્વયં હિતાહિત જાણી શકે તે આગમવિહારી. એવા જ્ઞાની છ વર્ષનાને પણ દીક્ષા આપે. આજે કોઈ આગમવિહારી નથી. એ મહાપુરુષો છ વર્ષનાને દીક્ષા આપતા એ દૃષ્ટાંતે શાસ્ત્રે દર્શાવેલાં અપવાદિક કારણો સિવાય અમે ન આપી શકીએ. આઠ વર્ષની અંદર અયોગ્યતાદિ દોષ જે શાસ્ત્ર લખ્યા છે, તે આઠ વર્ષ પછી નથી હોતા એમ શાસ્ત્ર ફરમાવે છે. પેલા મહાપુરુષો તો જાણતા હતા કે આ પરાભવનું સ્થાન નહિ થાય માટે દીક્ષા આપતા હતા. આજે આઠની અંદર અને સિત્તેરની ઉપર દીક્ષા ન અપાય. આઠથી સિત્તેર વર્ષ સુધીની વયમાં શાસ્ત્રદૃષ્ટિએ વયની બાબતમાં અમારે ચિંતા રાખવાની નહિ.
ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ શાસન સ્થાપ્યું ત્યારથી, વચ્ચે શાસનવિચ્છેદના સમયને બાદ કરીને પાંચમા આરાના છેડા પર્યંત, ભગવાન શ્રી મહાવીરદેવના શાસનની હદ પર્યંત, આઠ વર્ષનો કાયદો છે. આ કાયદો સનાતન અને અબાધિત છે. કરોડ પૂર્વના આયુષ્યના સમયમાં પણ દીક્ષાકાળ તો આઠ જ વર્ષનો હતો.
શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળપર્યાય અને દીક્ષાપર્યાય ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ સુધીનો ‘રેશોનોડપૂર્વ' એટલે આઠ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ. આવા અક્ષરો ઠામ ઠામ શાસ્ત્રમાં છે. દીક્ષાપર્યાય પણ એટલો અને કેવલપર્યાય પણ નવ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ એટલો. આ અને બીજી જે જે મર્યાદાઓ આપણા માટે શાસ્ત્ર બાંધી છે તેનું યથાશક્તિ પાલન એ જ આપણા માટે ધર્મ. એ આજ્ઞાથી વિરુદ્ધ વર્તન એ આપણા માટે મહા અધર્મ. એવો મહા અધર્મ આચરી આપણો આત્મા એકેંદ્રિય આદિ દુર્ગતિમાં ન ચાલ્યો જાય એથી આપણે સાવચેત રહેવાનું અને એ જ માટે આ ઉપકારીઓ, ચારે ગતિનાં દુ:ખોનું વર્ણન કરે છે. વિશેષ હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org