________________
૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ :
આવશ્યક ચેતવણી :
આત્માની ઉન્નતિ માટે જ પ્રભુશાસન : ભયંકર પરિસ્થિતિ :
આત્માને વીસ૨વો એ મહાપાપ છે : તારક કોણ અને કેવા ?
ઉન્નતિના ઉપાયો :
♦ કલ્પતરુ કોણ અને કંટકતરુ કોણ ?
વિષય : લૌકિક ઉન્નતિ અને લોકોત્તર ઉન્નતિ વચ્ચેના ભેદ અને લોકોત્તર ઉન્નતિને પામવાનો માર્ગ.
109
પરીક્ષક શક્તિ ઘટવાનું કારણ : ધર્મક્રિયા માત્ર ઉ૫કા૨ક છે : દરિદ્રીને કેવો પાઠ ભણાવાય ?
નાશક ધમાલમાં ઉદય શી રીતે થાય ? સાધુનું કામ બંધન તોડાવવાનું : મમતાએ સર્જેલી બેહાલી :
સંસાર અનંત દુઃખમય ન સમજાય અને અનંત સુખમય મોક્ષે જવાની કાર્યવાહી ન થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિ શક્ય નથી. માત્ર પુદ્ગલની ઉન્નતિમાં જ આત્માની ઉન્નતિ માની લેવી, એ એક ભ્રમણા છે. મિથ્યાત્વ એનું જ નામ છે. આ વાત સમજાવતાં પ્રવચનકારશ્રીજીએ વ્યવહારિક ઉન્નતિ અને લોકોત્તર (આત્મિક) ઉન્નતિનો ભેદ અહીં વિસ્તારથી વર્ણવ્યો છે. મોક્ષ આપી શકે એવા પરમાત્મતત્ત્વ પાસે પૌદ્ગલિક ક્ષુદ્ર માગણીઓ કર્યા કરવી એ પ૨મતા૨ક તત્ત્વની કિંમત ઘટાડવા સમાન છે, એમ જણાવી વિષય-કષાયમાં રત થઈ આત્મા, પુણ્ય, પાપ, પરલોકને વીસરવાં એ મહાપાપ છે એમ જણાવ્યું છે. ત્યાર બાદ સંસારથી તા૨વાની ક્ષમતા કોનામાં હોય ? આત્મિક ઉન્નતિના કેટલા ઉપાયો છે ? કયા જ્ઞાની, શ્રીમંતાદિ કલ્પવૃક્ષ જેવા ? ધર્મનું અર્થીપણું ક્યારે આવે ? ધર્મક્રિયામાં પરોપકાર શી રીતે ? દરિદ્રીની ભાવદયાપૂર્વક દ્રવ્યદયા કઈ રીતે કરાય? સાચી શાંતિ કઈ રીતે થાય ? એ પ્રશ્નોના જવાબો આપી મમતાના કારમા નાચને દર્શાવી, સાધુ અને શ્રાવકનું કાર્ય સમજાવ્યું છે.
સુવાક્યામૃત
૭૦ પંચેન્દ્રિયપણાને પામેલ આત્મા પણ જો એકેન્દ્રિયપણાની ક્રિયામાં રત થાય, ચોવીસે કલાક જો એની સેવા કરે, તો તે એકેન્દ્રિય પણ થાય, એ સ્વાભાવિક છે.
• આત્માની ઉન્નતિ માટે પ્રભુનું શાસન છે, જો કે પૌદ્ગલિક ઉન્નતિ પણ આના યોગે અવશ્ય થાય છે, પણ આ શાસનનું એ ધ્યેય નથી.
♦ વિષય-કષાયની વાસના, આત્માના આત્મધર્મનો નાશ કરે છે.
♦ જે આત્માને સંસારમાં રસ આવે છે, તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયા તત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય અને જિતેન્દ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે.
માઝા મૂકે એ સાગર દુનિયાને ડુબાડે. તમે માઝા મૂકો તો તમે પણ તમારી જાતને તેમજ બીજા કૈંકને ડૂબાડો.
Jain Education International
♦ મનુષ્ય યોજનાપૂર્વક જેટલું પાપ કરી શકે છે, તેટલું દુનિયાનું કોઈ પણ પ્રાણી નથી કરતું. ♦ વીસમી સદીનાં સાધનોની વ્યાકુળતામાં તમે અનુકૂળતા માની બેઠા છો, પણ હું ખાતરીથી કહું છું કે, એ શાંતિદાયક નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org