________________
૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર : 107
• પાપથી કંપે તે શ્રદ્ધાળુ :
• ભવનિર્વેદના અભાવનું પરિણામ : • “ભવિતવ્યતા' ઉપર આધાર કોણ રાખે ? • મતભેદ કે મતિનો વિપર્યાસ? • ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય :
સાધ્યની સિદ્ધિનો આધાર : જિનાજ્ઞા : • ભવનિર્વેદની જ વાત પહેલી કેમ કરી ? - ધર્મસ્થાનો ઝાકઝમાલ શા માટે ? • શાસનની એક-એક વાતમાં સઘળું જ છે: • ચેતો, નહિ તો દુર્દશા નિશ્ચિત છે : વિષય: ભવનિર્વેદ અંગે કાંઈક, આગમ એ જ આધાર, ધર્મસ્થાનો કેવાં હોવાં
જોઈએ ? ધૂતાધ્યયનના બીજા સૂત્રના વર્ણનમાં નરકગતિના જીવોની દુઃખદ દશા વર્ણવ્યા બાદ એકેન્દ્રિયાદિક તિર્યંચ ગતિના જીવોની દુઃખદ, નિરાધાર, અશરણ અવસ્થા અત્રે શરૂઆતમાં વર્ણવી જીવહિંસા વગેરે પાપોથી જેનું હૈયું કંપી ઉઠે એ જ સાચો ધર્મશ્રદ્ધાળુ છે.” એ વાત જણાવી છે. ત્યારબાદ પુરુષાર્થની મહત્તા સ્થાપિત કરી, પાપના ઉદયકાળમાં સમ્યગ્દષ્ટિ શ્રાવકાદિની વિચારણાનો પરિચય કરાવ્યો છે. જયવીયરાય સૂત્રના અર્થ પર આશરે એક મહિના સુધી પ્રવચન કરી આચારાંગની પીઠિકા રચ્યનો નિર્દેશ કરતાં પ્રવચનકારશ્રીએ અત્રે ભવનિર્વેદ અંગે ફરી નિર્દેશ કરી, એની અગત્યતા સમજાવી છે. જૈનશાસનના પ્રત્યેક પદાર્થમાં જગતના તમામ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એ વાત વિસ્તારથી રજૂ કરી આજે મતભેદ છે કે મતિનો વિપર્યાસ છે' - એ વાત સુંદર રીતે ફરમાવી છે. છેવટે સાધ્ય સાધવા સાધનારૂપ જિનાજ્ઞાની ઉપયોગિતા વર્ણવી જિન મંદિરાદિ ધર્મસ્થાનો કેવાં આકર્ષક બનાવવાં કે જેથી આબાલ-ગોપાલ આકર્ષાય અને ધર્મ પામી જાય એ વાત સાથે પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાક્યાતૃત ૦ પાપ કરતાં કંપવું એ તો શ્રદ્ધાળુનું ભૂષણ છે. • સમ્યગ્દષ્ટિ આત્મા, અશુભ કર્મના ઉદયને આધીન ન થાય. • શાસ્ત્રની બાબતમાં ખોટી માંડવાળ ન થાય. માંડવાળ તો જેનામાં પોલ હોય એ કરે. નક્કરની
માંડવાળ ન હોય. • ઊંચે હોવાનો આડંબર કરવાથી ઊંચે નથી ચડાતું. ઉચ્ચતા હોય તો ઊંચે ચડાય છે. • ભવ-સંસારની વાસના એ વિષ્ટાની ગોળી જેવી છે. એ નીકળ્યા વિના શાસનરૂપ બગીચાની
સુવાસનો અનુભવ ન થાય, • શાસ્ત્રજ્ઞ અને ધર્મોપદેશક છે કે જે કલાકો બોલે પણ સાવઘની પુષ્ટિ થાય એવું તેનાથી બોલી ન જવાય. છે જેની વિષયલાલસા દૂર ન થાય, જેને વિષય વિષ જેવા ન લાગે, જેને સંસાર કારાગાર ન લાગે તેના હૈયામાં આ શાસ્ત્ર, આ ધર્મ પ્રવેશે ક્યાંથી ?
આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે' - એમ કહેવું એ મતભેદ નથી, પણ માર્ગભેદ છે. જે આજે મતભેદ કહેવાય છે, તે મતભેદ નથી પણ બુદ્ધિનો વિપર્યાસ છે. • પરિપૂર્ણ પાપદયે જ ભક્તિનાં સ્થાન પર કુનજર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org