________________
૧૧૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
- 128
નમ્ર બનવું એ જ હિતાવહ છે.' આ પ્રમાણે જાણવા છતાં પણ; માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શકતા. “સહિષ્ણુતા'ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ન પણ નથી સેવતા. પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે.” એમ જાણનારાઓને પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે “નિંદા એ મહાપાપ છે' એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિંદક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરે જ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતને કારમી રીતે નાશ કરી નાખે છે અને એના પ્રતાપે, એના ઉપાસકો, ઔચિત્ય આચારના પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઈને દરેકેદરેક વાતમાં તે ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને છે.
માયા એ, એવું દૂષણ છે કે એ દૂષણની ઉપાસના કરનારના મિત્રો કોઈ થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઈને એનાથી દૂર થાય છે; એ કારણે માયા, મિત્રોની નાશક છે એ વાત વિના વિવાદે સિદ્ધ થઈ શકે એવી છે. માયા, કુશળતાને પેદા કરવા માટે વાંઝણી છે; સત્યરૂપી સૂર્યના અસ્ત માટે સંધ્યાસમી છે; કુગતિરૂપ યુવતીનો સમાગમ કરી આપનારી છે; સમરૂપ કમલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; દુર્યશની રાજધાની છે અને સેંકડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે “માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.”
લોભ એ, સર્વવિનાશક છે; કારણ કે ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતી એ લોભને આભારી છે : આ જ કારણે મહાપુરુષો ફરમાવે છે કે
વ્યાધિઓનું મૂળ જેમ રસ છે અને દુઃખનું મૂળ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂળ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષવૃક્ષનું મૂળ છે; ક્રોધરૂપ અગ્નિને પેદા કરવા માટે અરણી કાષ્ટસમો છે; પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે; કલિનું ક્રીડાઘર છે; વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org