________________
11
- ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103
– ૧૦૯
અને કારણે દોષરૂપ છે, માટે આત્માનું હિત ઇચ્છતા મુનિએ, એ ચારે દોષોનું વમન કરવું જોઈએ, કારણ કે એ ચારે દોષોનું વમન કરવામાં
જ સર્વ સંપત્તિની પ્રાપ્તિ છે.” ક્રોધાદિનો ઇહલૌકિક વિપાક :
આવા કારમાં ક્રોધાદિનો વિપાક પરલોકમાં તો કારમો છે જ પણ આ લોકમાંય એ ચાર કષાયો ખરાબ પરિણામ લાવ્યા વિના નથી રહેતા. “એ મહાભયરૂપ અને મહાદોષરૂપ ક્રોધાદિ, આ લોકમાં પણ પોતાનો કેવા પ્રકારનો વિપાક દર્શાવે છે.” એનું પ્રતિપાદન કરતાં પણ એ જ શ્રુતકવલી ભગવાન ફરમાવે છે કે –
“દો વ પજે, મારે વિષયનાસો .
માવા મિત્તાનિ નામે, નોમ સદ્ગવિસખો સાર” “ક્રોધ એ, પ્રીતિનો પ્રયાશ કરે છે; માન, વિનયનો નાશક છે; માયા, મિત્રોનો નાશ કરે છે અને લોભ એ, સર્વનાશક છે.” આ ચારેનો આ પ્રકારનો વિપાક પ્રાયઃ સૌ કોઈને પ્રતીત છે :
ક્રોધથી અંધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોતજોતામાં નાશ થઈ જાય છે એ સૌ કોઈના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે એને આધીન થયેલો આત્મા, અંધ જ બની જાય છે અને એથી પોતે શું બોલે છે, તેનું પણ તેને ભાન નથી રહેતું. એ ભાનહીનતાના પ્રતાપે, પ્રીતિ તો નાશ પામી જ જાય છે પણ એથી આગળ વધીને પુનઃ પ્રીતિ થવા ન પામે એવા કારમા સંગ્રામ પણ ઊભા થાય છે; આથી સ્પષ્ટ જ છે કે ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે.”
માન એ, ‘વિનયનો નાશ કરનાર છે. એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે? માન જ માનવીને ઉદ્દામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ?માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ એવા દૃષ્ટિગોચર થાય છે કે જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હોવા છતાં પણ; ઉન્માર્ગે આથડ્યા કરે છે. માને તો અનેકને દેવદર્શન, ગુરુવંદન અને શાસ્ત્રશ્રવણથી પણ વંચિત કર્યા છે. માને, અનેક આત્માને શક્તિ છતાં નિઃશક્તિ બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે જેઓ, “અમુક સ્થળે અને અમુક સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org