SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ - ------ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૬ - - 1 “નહિ નિગૃહીત કરેલ એટલે ઉશ્રુંખલા બનેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિને પામતા માયા અને લોભ.' આ સંપૂર્ણ અથવા ક્લિષ્ટ એવા ચારે કષાયો અશુભ ભાવરૂપ પાણી દ્વારા પુનર્જન્મરૂપી તરુનાં તેવાં પ્રકારનાં કર્મરૂપ મૂળોને સીંચે છે.” આથી આપણે કષાયોને જ ભવપરંપરાના મૂળ તરીકે ઓળખી શકીએ છીએ. પુનર્જન્મની પરંપરાને તોડી નાખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશ્રુંખલ બનતાં અને માયા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવાં જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવ્યા વિના નથી રહેતા. કષાયો એ મહાભયરૂપ છે ? એ જ કારણે શ્રુતકેવલી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા, નોઇંદ્રિયપ્રસિધિ'નું વર્ણન કરતાં ક્રોધાદિ કષાયને મહાભય તરીકે ઓળખાવે છે. નોઇંદ્રિયપ્રસિધિનું વર્ણન કરતાં એ પરમોપકારી પરમર્ષિ પ્રરૂપે છે કે – "कोहं माणं मायं, लोहं च महन्भयाणि चत्तारि । નો સુખદ સુખ, સો નોદિગggી જા.” “ક્રોધ, માન, માયા અને લોભ' - આ ચાર મહાભયો છે આ ચાર મહાભયરૂપ કષાયોને જે શુદ્ધ આત્મા, ઉદયનિરોધ આદિએ કરીને રોકે છે એનું નામ “નો દ્રિયપ્રસિધિ” કહેવાય છે.” ધર્મની આરાધનાનો ઉપાય : આ મહાભયરૂપ ચારે પ્રકારના કષાયોને વમવા એ જ ધર્મની આરાધનાનો ઉપાય છે. ક્રોધ આદિનો ત્યાગ કરવા સિવાય ધર્મની આરાધના શક્ય નથી; એ જ કારણે શ્રુતકેવલી ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજા, ચારિત્રધર્મની આરાધનાના ઉપાયનું વર્ણન કરતાં એ જ ફરમાવે છે કે – "कोहं माणं च मायं च, लोभ च पाववडणं । aછે વત્તર કોરે ૩ છંતો હિપ્પો ” ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે પાપની વૃદ્ધિના હેતુઓ છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004830
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy