________________
1525
–– ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103
– ૧૦૭
"कम्मं कसं भवो वा, कसमाओसिं जओ कसाया ता । कसमाययंति व जओ, गमयंति कसं कसाय त्ति ।।१।। आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया ।
નીવ પરિપામવા x x x x x રા” “જેના યોગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ કષ કહેવાય છે અને કષ' એટલે કર્મ અથવા સંસાર, તેનો લાભ જેના યોગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે જે કારણથી ક્રોધાદિ કર્મને અથવા ભવને પમાડે છે, તે કારણથી પણ તે કષાયો કહેવાય છે અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયો જીવના પરિણામરૂપ છે.” અથવા - "कृषन्ति-विलिखन्ति कर्मरूपं क्षेत्रं सुखदुःखशस्योत्पादनायेति कषायाः । " “સુખ અને દુઃખરૂપ અનાજને ઉત્પન્ન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું
ખેડાણ કરે છે તે કષાયો કહેવાય છે.” અથવા - "कलुषयन्ति-शुद्धस्वभावं सन्तं कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषायाः ।" “શુદ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કર્મથી મલિન કરે છે તે
કષાયો કહેવાય છે.” કષાય એ સંસારનું મૂળ છે :
આથી સમજાશે કે આખાયે સંસારનું મૂળ કોઈ હોય તો કષાય છે. આ કષાયોના પ્રતાપે જ આત્મા સંસારમાં રૂલે છે. કષાયની આધીનતાથી આત્માની દશા ઘણી જ વિકટ બને છે. ક્રોધ, માન, માયા અને લોભ' આ ચારે કષાય કહેવાય છે એ સૌ કોઈને પ્રતીત છે. “એ ચારે કષાયો ભવપરંપરાનું મૂળ છે.” આ વાત ઉપકારીઓ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. શ્રુતકેવલી ભગવાન શ્રી શäભવસૂરિજી મહારાજા સાફ સાફ ફરમાવે છે કે -
"कोहो अ माणो अ अणिग्गहीआ, माया अ लोभो अ पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ।।१।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org