________________
૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ :
એક જ ઉપાય :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી; આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યાં છે, એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના -
" संति पाणा, अंधा तमसि वियाहिया x x x बुद्धेहिं एयं पवेइयं" આ અવયવ દ્વારા સૂત્રકા૨ ૫૨મર્ષિ ફરમાવી ગયા છે કે
‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે : ચક્ષુવિકલતા એ દ્રવ્યઅંધતા છે ત્યારે વિવેકવિકલતા એ ભાવઅંધતા છે : જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે : ન૨કગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ જે અંધકાર છે તે ભાવઅંધકાર છે : કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા છે. આ વસ્તુ શ્રી તીર્થંકરદેવોએ પ્રવેદી છે.’
દ્રવ્યઅંધતા અને દ્રવ્યઅંધકારથી બચવાનો રસ્તો એક જ છે અને તે એ જ કે ભાવઅંધતા અને ભાવઅંધકારથી બચવું. દ્રવ્યઅંધતાનું પરિણામ કેટલું ખરાબ છે એ વગેરે જેમ આપણે જોઈ આવ્યા તેમ ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું સ્વરૂપ વગેરે પણ આપણે જોઈ આવ્યા. હવે કષાય અને આદિથી અજ્ઞાનનું સ્વરૂપ જોવાનું રહે છે.
ક્યાયનું સ્વરૂપ :
કષાયનું વર્ણન કરતાં પ્રથમ, કષાયનું સ્વરૂપ નિરુક્તિ આદિ દ્વારા જણાવતાં ઉ૫કા૨ી મહાપુરુષો ફરમાવે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org