________________
૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ :
૭ એક જ ઉપાય :
♦ કષાયનું સ્વરૂપ :
♦ કષાય એ સંસારનું મૂળ છે :
♦ કષાયો એ મહાભયરૂપ
1:
- ધર્મની આરાધનાનો ઉપાય :
૭ ક્રોધાદિનો ઇહલૌકિક વિપાક :
૦ ક્રોધ આદિના ચાર ચાર પ્રકારો :
♦ ‘અનંતાનુબંધી આદિની નિરુક્તિ : અનંતાનુબંધી આદિનું વિશેષ સ્વરૂપ : ૦ કષાયથી બચવાનો ઉપદેશ :
વિષય : કર્મગ્રંથાદિના આધારે ‘કાર્યો' અંગે વિશદ વિચારણા.
ભાવ અંધતાના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું પૂર્વ પ્રવચનોમાં વિવેચન કર્યા બાદ આ પ્રવચનમાં કષાયો અંગે સવિસ્તર વિવેચન રજૂ કરાયું છે. કષાયોનું સ્વરૂપ, ‘સંસાર અને કર્મને લાવી આપે અર્થાત્ સંસાર કે કર્મને વધારે તે કષાય' એવી અનેક પ્રકારની વ્યાખ્યાઓ; એ કષાયોના અનંતાનુબંધી વગેરે ચાર પ્રકારો અને તેની સ્થિતિ - ફળપ્રદાયકતા અંગેનું વર્ણન, નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક તેમજ કર્મગ્રંથાદિના આધારે કરવા પૂર્વક એની દારૂણતા સમજાવી છેવટે આ સર્વ વર્ણનના હેતુરૂપ કષાયથી બચવાનો ઉપદેશ,
શાસ્ત્રકારોના જ શબ્દોમાં આપ્યો છે.
103
સુવાક્યાતૃત
♦ પુનર્જન્મની પરંપરાને તોડી નાખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશૃંખલ બનતાં અને માયા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવાં જોઈએ.
♦ ક્રોધ એ, પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે.
♦ માન એ, વિનયનો નાશ કરનાર છે.
♦ માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઈને દરેકે દરેક વાતમાં એ ઉચિત આચરણનો વિરોધી બની સ્વ-પર ઉભયનો સંહારક બને છે.
♦ માયા, મિત્રોની નાશક છે, એ વાત વિના વિવાદે સિદ્ધ થઈ શકે તેવી છે.
♦ લોભ એ, સર્વનો વિનાશ કરનાર છે.
Jain Education International
♦ કષાયો એ, આત્માના ગુણોનો કારમી રીતે નાશ કરે છે અને આત્માને સંસારમાં ભટકાવવામાં ભારેમાં ભારે ભાગ ભજવે છે.
♦ જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે, તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org