________________
૧૦૪
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
12
અનંતકાળ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમાં પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરુષે, એ કારમા પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઈએ.”
પ્રભુશાસનમાં તે જ પંડિતાઈ સાચી મનાય છે કે જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના પ્રેમીઓએ આવી પંડિતાઈ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે, જેઓ આથી વિપરીત પંડિતાઈને પ્રચારે છે તેઓ જનતાના હિતનો સંહાર જ કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઈએ.
આ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું સ્વરૂપ વગેરે આપણે જોઈ લીધું. કષાયનું સ્વરૂપ વગેરે બતાવતાં ઉપકારીઓ શું શું ફરમાવે છે એ વળી હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org