________________
1521
– ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ – 102 -- ૧૦૩
કર્તવ્યનું પાલન કરવામાં સહેજ પણ ખામી આવવા દેવી એ પોતાના આત્માનું જ અશ્રેય કરવાની કારવાઈ છે. અંતિમ ઉપદેશ - પ્રમાદથી બચો :
આ રીતે પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે. એ જ કારણે ઉપકારીઓ પ્રમાદનો ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એ જ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીના એક હજાર વર્ષના છબસ્થકાળમાં, ભેળા કરવામાં આવતો નિદ્રારૂપ પ્રમાદકાળ માત્ર એક જ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીના સાડા બાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાળમાં, ભેળો કરવામાં આવતો નિદ્રારૂપ પ્રમાદકાળ માત્ર એક અંતર્મુહૂર્ત જેટલો જ થયો છે. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો બીજાએ કેટલા રહેવું જોઈએ એ ખૂબ વિચારો. ઉપકારી મહાપુરુષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે –
"जेसिं तु पमाएणं, गच्छइ कालो निरत्थओ धम्मे । ते संसारमणंतं, हिंडंति पमायदोसेणं ।।१।। तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं ।
હંસાના રિન્ત, વાવડ્યો પ્રમાણ ૩ ા૨ાા” “ધર્મમાં પ્રમાદના યોગે જે આત્માઓનો કાળ નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના દોષથી અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે ? તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરુષે, પ્રમાદને તજીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રમાં અપ્રમાદ કરવો એ જ યોગ્ય છે.” પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાના ધર્મકાર્યોને આરાધતા નથી પણ નાશ જ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાળમાં ધર્મને નથી જ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતે કરી શકે, એ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે “પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મમાં ઉપયોગી કાળને ફોગટ ગુમાવે છે અને એ જ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org