________________
૧૦૨ - -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - -
10
"पवज्ज विज्ज पिव, साहंतो जो होइ पमाइल्लो ।
तस्स न सिज्जइ एसा, करेइ गरुयं च अवगारं ।।१।। “વિદ્યાની માફક દીક્ષાને સાધતો જે પ્રમાદી થાય છે તેને દીક્ષા સિદ્ધ
નથી થતી અને ભારે અપકાર કરે છે.” જેમ વિઘા. પ્રમાદી વિદ્યાસાધકને સિદ્ધ નથી થતી અને ગ્રહસંક્રમ આદિ અનર્થને ઉત્પન્ન કરે છે તેમ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી દીક્ષાની આરાધનાની પ્રવૃત્તિમાં શિથિલ બનેલા આ આત્માને, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી આ દીક્ષા સુગતિને પમાડનારી નથી થતી એટલું જ નહિ પણ દુર્ગતિ અને દીર્ઘ કાલ સુધીના ભવભ્રમણરૂપ અપાયને ઉત્પન્ન કરનારી થાય છે. સુવિહિતનું કર્તવ્ય :
એ જ હેતુથી ઉપકારીઓ, મુનિઓને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ભારપૂર્વક ફરમાવે છે. મુનિ માટે કોઈ પણ ક્રિયા એવી નથી કે જે ક્રિયા અપ્રમતભાવ વિના ફળે. એ જ કારણે મુનિને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ફરમાવતાં મહાપુરુષો ફરમાવે છે કે –
“पडिलेहणाइ चिठ्ठा, छक्कायविघाइणी पमत्तस्स ।
भणिया सुयम्मि तम्हा, अपमाइ सुविहिओ हुजा ।।१।।" “સિદ્ધાંતમાં પ્રમાદી આત્માની પડિલેહણા આદિ ચેષ્ટા છયે કાયની વિઘાતિની કહી છે તે કારણથી સુવિહિત મુનિએ સઘળી જ ક્રિયાઓમાં
અપ્રમત્ત બનવું જોઈએ.” મુનિએ દરેકેદરેક ક્રિયા અપ્રમત્તપણે કરવી જોઈએ. પડિલેહણા, ગમનાગમન આદિ કોઈ પણ ક્રિયામાં અન્ય ક્રિયા કરનારો મુનિ પકાયનો રક્ષક બનવાને બદલે ઘાતક બને છે. કલ્યાણની કામના રાખનારા મુનિએ, જે જે ક્રિયામાં જે જે ક્રિયાઓ કરવાનો નિષેધ કર્યો છે તે તે ક્રિયાઓને તજવામાં અવશ્ય અપ્રમત્ત બનવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી કોઈ પણ ક્રિયામાં પોતાની પ્રતિકલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. જે જે કાલે જે જે ક્રિયા જે જે રીતે કરવાની જ્ઞાનીઓ ફરમાવે છે તે તે કાલે તે તે ક્રિયા તે તે રીતે જ કરવામાં રત રહેવું એ જ અપ્રમાદ છે. એવા પ્રકારનો અપ્રમાદ કરવામાં સુવિહિત મુનિએ સદાય સજ્જ રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org