________________
1519
– ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 -- ૧૦૧
એના પ્રતાપે તે આત્માઓ જે કરવા યોગ્ય હોય છે તે કરી નથી શકતા અને અકાર્યો કરવામાં જ રત બને છે. અકાર્યોમાં પડેલા તે આત્માઓ ઉત્ક્રાંત બને છે અને ઉત્ક્રાંત બનેલા તે પ્રમત્ત હદયના સ્વામીઓમાં નિયમથી દોષોની વૃદ્ધિ જ થાય છે. પાણીના સિંચનથી જેમ વનવૃક્ષો વધે તેમ પ્રમત્ત હૃદય ધરાવનારના જીવનમાં પ્રમાદના પ્રતાપે દોષોની વૃદ્ધિ જ થાય છે. પ્રમાદીને – ઉપાલંભ :
આ જ હેતુથી વિશ્વના પ્રાણીઓ ઉપર એક્માત્ર ઉપકાર કરવાના જ ઇરાદાથી ઉપકારીઓ, પ્રમાદી આત્માને ચાનક લાગે અને અપ્રમાદના અર્થીઓને પ્રોત્સાહન મળે એ રીતનો પ્રમાદીને ઉપાલંભરૂપે ઉપદેશ આપતાં ફરમાવે છે કે –
"तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं मणुस्सत्तं ।
નળ નો પનારા, સો વારસો જ સપુસ્તિો IIII” “તે તે પ્રકારે દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા અને વીજળીની લતાની માફક ચંચળ એવા મનુષ્યપણાને પામીને જે પ્રમાદ કરે છે તે સત્પરુષ
નથી પણ કાપુરુષ છે.” દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ જેઓ પ્રમાદને પરવશ બને છે તેઓ સત્પરુષોની કક્ષામાં નથી આવી શકતા પણ કાયર પુરુષોની જ કક્ષામાં જ આવી શકે છે, એમાં કોઈ જાતની શંકા નથી. પ્રમાદી આત્માઓને આવા પ્રકારનો ઉપાલંભ આપવામાં તે આત્માઓને ચાનક લગાડવાનો અને વસ્તુને વસ્તસ્વરૂપે વર્ણવવાનો તથા ઉત્તમ આત્માઓને પ્રમાદના પાશમાં પડતાં બચાવી લેવાનો જ એક ઇરાદો છે : પ્રમાદી આત્માઓને ચાનક લગાડવાની કારવાઈ કરવાપૂર્વક વસ્તુને વસ્તુસ્વરૂપે પ્રગટ કરી ઉત્તમ આત્માને જાગ્રત બનાવવાનું કાર્ય ઉપકારીઓ ન કરે તો અન્ય કરે પણ કોણ ? નિઃસ્પૃહ ઉપકારીઓ સિવાય અન્ય કોઈ જ આવા શબ્દોમાં કહી શકે તેમ નથી. પ્રમાદથી પ્રવજ્યાસાધકને વિશિષ્ટ અપાય :
આ પ્રમાદ પ્રાણીમાત્રને હાનિ કરનારો છે પણ પ્રવજ્યાના સાધકે એનાથી ઘણા જ સાવધ રહેવાનું છે, કારણ કે પ્રવજ્યાધરને પ્રમાદના પ્રતાપે સાધના ફળતી નથી અને નવો અપાય ઊભો થાય છે. એ જ વસ્તુનું પ્રતિપાદન કરતાં પરમર્ષિઓ ફરમાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org