________________
૧૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –--- 15te જન્મમાં મારે છે ત્યારે આ સેવન કરાયેલો પ્રમાદ આ જન્મને હણવા સાથે સેંકડો જન્મોને હણે છે : પુરુષો જે સ્વર્ગમાં નથી જતા અને વિનિપાતને પામે છે તેમાં નિમિત્ત અનાર્ય એવો પ્રમાદ છે.' આ મને નિશ્ચિત છે સંસારના બંધનમાં પડેલો અને જન્મ, જરા, મરણ તથા વ્યાધિરૂપ દુઃખોથી પીડિત એવો પણ આત્મા, જે સંસારથી ઉદ્વેગ નથી પામતો તે પણ પ્રમાદનો અપરાધ છે : ઉદર, હાથ, પગ અને મુખથી તુલ્ય એવા પણ માણસ દ્વારા જે પરાધીન મનુષ્ય આજ્ઞા કરાય છે અને બહુ પ્રકારના કર્મને કરે છે એ પણ પ્રમાદનું ફળ છે કારણ કે આ સંસારમાં પ્રમત્ત મનવાળા આત્માઓ, ઉન્માદયુક્ત મનુષ્યોની માફક ઇંદ્રિયોને કાબૂમાં રાખનારા નથી હોતા અને ચંચળ હોય છે એ જ કારણે તેવા આત્માઓ જે કૃત્ય હોય છે તેને નહિ કરીને નિરંતર અકાર્યોમાં જ પડે છે. પાણીના સીંચવાથી જેમ વન-વૃક્ષો વધે છે તેમ અકાર્યોની આચરણામાં પડેલા એ જ કારણે ઉત્ક્રાંત બનેલા અને ઉન્મત્ત હૃદયવાળા બનેલા તે પ્રમાદી આત્માઓની અંદર પ્રમાદના
પ્રતાપે દોષો વધે જ છે.”
આ ઉપરથી સમજાશે કે પ્રમાદ એ કારમો શત્રુ છે. અવસર આવી પડે તો પ્રાણીઓએ વિષ ખાવું એ સારું છે, અગ્નિમાં પડીને બળી મરવું એ સારું છે પણ પ્રમાદ કરવો એ સારું નથી, કારણ કે વિષ અને અગ્નિ એક જ જન્મમાં મરણ આપે છે જ્યારે પ્રમાદ એ અનેક જન્મોમાં મારે છે. પુરુષાતન ધરાવનારા પણ પુરુષો સ્વર્ગમાં નથી જતા અને સન્માર્ગથી પતન પામે છે તેમાં નિમિત્ત તરીકે એક અનાર્ય પ્રમાદ છે.
સંસારના બંધનમાં ફસાયેલો અને જન્મ, જરા, મરણ તથા વ્યાધિ આદિ અનેક પ્રકારનાં દુઃખોથી પીડાતો હોવા છતાં પણ આત્મા, આ અસાર અને દુઃખમય સંસારથી ઉગ નથી પામતો એ અપરાધ પણ એક પ્રમાદનો છે.
મનુષ્યપણાથી સમાન હોવા છતાં પણ એક મનુષ્યને, એક મનુષ્યની આજ્ઞાને તાબે થવું પડે છે અને અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે એ ફળ પણ પ્રમાદ સિવાય અન્યનું નથી.
પ્રમાદને વશ પડેલા આત્માઓ, ઉન્માદી આત્માઓની માફક ઇંદ્રિયોને આધીન કરી જ નથી શકતા એટલું જ નહિ પણ ઊલટા તેઓ જ ઇંદ્રિયોને આધીન થાય છે અને ઇંદ્રિયોની આધીનતાના પ્રતાપે ચંચળ હૃદયના બને છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org