________________
157 – ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 --- ૯૯
ધર્મની આરાધનામાં ઉદ્યમ ન કરવો તે. ૮. “યોગોનું દુષ્મણિધાન એટલે ‘મન વચન અને કાયા આ ત્રણે
યોગોની દુષ્ટતા કરવી.' આ આઠે પ્રકારનો પ્રમાદ કર્મબંધનો હેતુ હોવાથી વર્જવા યોગ્ય છે.” પ્રમાદનું ફળ :
આત્માને મોક્ષમાર્ગની આરાધનામાં ઉદ્યમહીન બનાવનાર પ્રમાદનું ફળ પણ ભયંકર છે. પ્રમાદ આ આત્માના શ્રેયમાં કેવો અને કેટલો વિઘ્નકર છે એ વસ્તુ અવશ્ય કલ્યાણના અર્થીઓએ વિચારવા જેવી છે. પ્રમાદ એ કેવો કારમો શત્રુ છે અને એના માટે એકાંત પરોપકારમાં જ પરાયણ એવા પરમર્ષિઓ શું શું ફરમાવે છે એ આપણે જોઈએ. પ્રમાદના દારુણ વિપાકનું પ્રતિપાદન કરતાં પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે -
"श्रेयो विषमुपभोक्तुं, क्षमं भवेत् क्रीडितुं हुताशेन । संसारबन्धनगतै-र्न तु प्रमादः क्षमः कर्तुम् ।।१।। अस्यामेव हि जातो, नरमुपहन्याद्विषं हुताशो वा । आसेवितः प्रमादो, हन्याज्जन्मान्तरशतानि ।।२॥ यत्र प्रयान्ति पुरुषाः, स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः, प्रमाद इति निश्चितमिदं मे ।।३।। संसारबन्धनगतो, जातिजरामरणव्याधिदुःखार्त्तः । यत्रोद्विजते सत्त्वः, सोऽप्यपराधः प्रमादस्य ।।४।। आज्ञाप्यते यदवश-स्तुल्योदरपाणिपादवदनेन । कर्म च करोति बहुविध-मेतदपि फलं प्रमादस्य ।।५।। इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः । यत्कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति ।।६।। तेषामभिपतिताना-मुद्घान्तानां प्रमत्तहृदयानाम् ।
वर्द्धन्त एव दोषाः, वनतरवश्वाम्बुसेकेन ।।७॥" “વિષનો ઉપભોગ કરવો એ કલ્યાણકર છે અને અગ્નિ સાથે ક્રિીડા કરવી એ હિતકર છે પણ સંસારના બંધનમાં પડેલાં પ્રાણીઓએ પ્રમાદ કરવો એ હિતકર નથી. કારણ કે વિષ અને અગ્નિ મનુષ્યને આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org