________________
૯૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
- 116
સ્થાન અને સૂવાનું સ્થાન તથા સ્પંડિલનો માર્ગ અને વિહારનું ક્ષેત્ર આ
બધા સ્થાનનું બરાબર નિરીક્ષણ કરવું.” ૩. કાપડિલેહણા તેને કહેવાય છે કે “મેં કરણીય શું કર્યું અથવા મારે
કરણીય કરવાનું શું બાકી છે અને એવો ક્યો કરણીય તપ છે કે જેને હું નથી કરતો ?' આવા વિચારમાં રત રહેવારૂપ ધર્મ જાગરિકા આદિ
કરવી.' ૪. ભાવપડિલેહણા તેને કહેવાય છે કે “પૂર્વાપરરાત્રકાલે એટલે પહેલા
અને છેલ્લા પ્રહરે શુદ્ધ ચિંતવનમાં રહેવું.” આ ચારે પ્રકારની પડિલેહણામાં શિથિલતા અને આજ્ઞાનો અતિક્રમ એનું નામ પડિલેહણા પ્રમાદ કહેવાય છે. વળી પ્રમાદને આઠ પ્રકારે પણ વર્ણવ્યો છે -
"पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । अनाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ।।१।। रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो ।
યોri સુખદા, કુ નિયત્રણ રા" જેના પ્રતાપે આત્મા મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળો થાય તેનું નામ પ્રમાદ કહેવાય છે અને એ પ્રમાદ શ્રી તીર્થંકર મહારાજાઓએ આઠ પ્રકારનો કહો છે – ૧. “અજ્ઞાન' એટલે મૂઢતા. ૨. “સંશય' એટલે “શું આ વસ્તુ આ પ્રમાણે હશે કે અન્યથા”
આવા પ્રકારનો સંદેહ. ૩. “મિથ્યાજ્ઞાન' એટલે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપે નહિ સ્વીકારતાં
ઊલટા સ્વરૂપે સ્વીકારવી તે. ૪. “રાગ' એટલે આત્મા, આત્માના ગુણો અને તેની ખિલવટનાં સાધનો
સિવાયના જે જે પદાર્થો તેના ઉપર મમત્વભર્યો અત્યંત પ્રેમ. ૫. “ઢેષ એટલે “અપ્રીતિ. ૭. “સ્મૃતિભ્રંશ' એટલે “
વિસ્મરણશીલતા'. ૭. “ધર્મમાં અનાદર' એટલે “શ્રી અરિહંત પરમાત્માએ અર્પણ કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org