________________
116
- ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 - છે. “રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભક્તકથા' આ વિકથાના ચાર પ્રકાર અને તેની સાથે “દર્શનભેદિની, ચારિત્રભેદિની અને મૃદુ કારણિકી” આ ત્રણ ભેળવવાથી સાત પ્રકારની છે. આ વિકથાઓનું તો આજે સામ્રાજ્ય વર્તે છે. ધર્મનો ખૂબ હૂાસ તો એને જ આભારી છે. પ્રથમની ચાર કથાઓએ વિશ્વને પાગલ બનાવ્યું છે અને પાછળની ત્રણ કથાઓએ તો ધર્મ સમાજને પણ હતપ્રત કરી નાખ્યો છે. વિકથાઓનો પ્રચાર એ ધર્મના નાશનો જ પ્રચાર છે. પ્રત્યેક કલ્યાણના અર્થીએ વિકથાઓથી બચવું જ જોઈએ. વિકથાઓનો વિલાસ કારમો છે. વિકથાવશ આત્માઓ તત્ત્વવાદના નામથી જ ઊભગી જાય છે. એવાઓની આગળ તત્ત્વની
વાતો કરનારા મહાપુરુષો પણ ઉપહાસનું પાત્ર બને છે. વળી છ પ્રકારનો પણ પ્રમાદ ફરમાવ્યો છે – "छबिहे पमाए पण्णत्ते । तं जहा - मज्जापमाए, णिहापमाए, विसयपमाए, कसायपमाए, जुयपमाए, पडिलेहणापमाए ।' “પ્રમાદ છ પ્રકારનો પ્રરૂપ્યો છે અને તે આ પ્રમાણે છે - એક મધ પ્રમાદ, બીજો નિદ્રા પ્રમાદ, ત્રીજો વિષય પ્રમાદ, ચોથો કષાય પ્રમાદ, પાંચમો દ્યુત પ્રમાદ, અને છઠ્ઠો પડિલેહણા પ્રમાદ.” આમાંના ચાર પ્રકાર તો પ્રથમ પાંચમા આવ્યા એ જ છે અને બે પ્રકાર નવા છે. તેમાંનો એક “ઘુત' નામનો તો પ્રસિદ્ધ જ છે. ઘુત પ્રમાદને આધીન થયેલાઓની કારમી દશા પ્રાયઃ સૌને પરિચિત છે. બાકી રહ્યો એક પડિલેહણા પ્રમાદ.” આ પ્રમાદ અપરિચિત ગણાય. પ્રમાદના સ્વરૂપથી સાધુઓ અને નિરંતર સામાચારીના શ્રવણમાં રત એવા શ્રાવકો પરિચિત હોઈ શકે પણ અન્ય નહિ, એ પ્રમાદને જ્ઞાનીઓ “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ” – આ ચાર પ્રકારે વર્ણવે છે કારણ કે ‘પડિલેહણા' ચાર પ્રકારની છે એટલે એને લગતો પ્રમાદ પણ ચાર પ્રકારનો છે.
ચાર પ્રકારની પડિલેહણામાં – ૧. દ્રવ્ય પડિલેહણા તેને કહેવાય છે કે વસ્ત્ર અને પાત્ર આદિ ઉપકરણો
તથા અશન, પાન આદિ આહારોને ચક્ષુથી બરાબર જોયા પછી ઉપયોગમાં
લેવા.
૨. ક્ષેત્રપડિલેહણા તેને કહેવાય છે કે “કાયોત્સર્ગ કરવાનું સ્થાન, બેસવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org