________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - --
1514
રાખનારે, એવી વસ્તુઓના સેવનથી અવશ્ય બચવું જોઈએ. મદિરા આદિ મદ કરનારી વસ્તુઓનું સેવન સુજ્ઞ આત્માને પણ પાગલ બનાવે છે. એના પનારે પડેલા આત્માઓ વિવેકરહિત બનીને નહિ બોલવાનું બોલે છે અને નહિ આચરવાનું આચરે છે. આ વસ્તુને જાણવા છતાં પણ એવી વસ્તુઓને આધીન બનેલા આત્માઓ, એ કારમી વસ્તુઓનો ત્યાગ નથી કરી શકતા છતાં પણ કલ્યાણના કામી આત્માઓએ,
બળાત્કારે પણ એવી વસ્તુઓના પાશથી અવશ્ય છૂટવું જ જોઈએ. ૨. “વિષય' - “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ' - આ પાંચ, પાંચ
ઇંદ્રિયોના વિષયો છે. આ વિષયો પૈકીના મનોહર ઉપર રાગ અને અમનોહર ઉપર દ્વેષ એનું નામ પ્રમાદ છે. મનોહર શબ્દાદિ વિષયો ઉપર રાગ અને અમનોહર શબ્દાદિ વિષયો ઉપર દ્વેષ કરનારા આત્માઓ પ્રમાદી ગણાય છે. આ પ્રમાદના પ્રતાપે આત્માઓ જીવનની સફળતા સાધવામાં નિષ્ફળ જાય છે. વિષયો પ્રત્યેની લાલસા એ કારમી છે.
કાયર પુરુષોથી એનો વિજય થવો અશક્ય છે. ૩. “કષાય' - ક્રોધ, માન, માયા, અને લોભરૂપ કષાય એ આત્માનો
કારમો શત્રુ છે. આ કષાયરૂપ પ્રમાદને આધીન થયેલા આત્માઓ, આત્માના સ્વભાવરૂપ ગુણોના અનુભવથી વંચિત રહે છે. આ કષાયનું વર્ણન આપણે પ્રમાદનું વર્ણન કર્યા પછી કરવું છે એટલે આ સ્થળે
આટલું જ બસ છે. ૪. “નિદ્રા' - આ પ્રમાદના પણ પાંચ પ્રકાર છે. નિદ્રા પણ આત્માના
ભાનને ભુલાવનારી છે. “નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્વાદ્ધિ આ નિદ્રાપ્રમાદના પાંચ પ્રકાર છે. નિદ્રાને વશ થયેલો આત્મા સહેલાઈથી જાગ્રત થાય છે : નિદ્રાનિદ્રાને આધીન થયેલો આત્મા મુસીબતે જાગ્રત થાય છે : પ્રચલાને આધીન થયેલો આત્મા બેઠાં બેઠાં પણ ઊંધે છે : પ્રચલાપ્રચલાને આધીન થયેલો આત્મા ચાલતાં ચાલતાં પણ ઊંઘે છે અને સ્વાદ્ધિ નિદ્રાને આધીન થયેલો આત્મા તો દિવસે ચિંતવેલ કાર્યને પણ ઊંઘમાં કરે છે. આ રીતે નિદ્રા પણ એક કારમો પ્રમાદ છે. ૫. વિકથા' - આ પ્રમાદ, કારમી પાપપ્રવૃત્તિમાં જોડનારો છે. વિકથાઓ
અનેક પ્રકારની છે. ચાર પ્રકારની પણ છે અને સાત પ્રકારની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org