________________
163
– ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102
–
૯૫
ખરેખર પ્રમાદ છે અને તે પ્રમાદના મઘ આદિ જે હેતુઓ તે પણ પ્રમાદના કારણ હોવાથી પ્રમાદ કહેવાય છે કે કહેલું છે કે - “મધ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા કહેલી છેઆ પાંચે પ્રકારના પ્રમાદો જીવને સંસારમાં પાડે છે.” અર્થાત્ -
આત્માને જાણવા છતાં પણ પરલોકની ક્રિયાથી વિમુખ રાખનાર કોઈ પણ કારમો દુશ્મન હોય તો પ્રમાદ છે : પ્રમાદ એ કર્મોદયજન્ય પરિણામ વિશેષ છે : એ પરિણામના યોગે આત્મા દેખતો હોવા છતાં અંધ બની જાય છે : પ્રભુપ્રણીત ધર્મચિંતામણિની, જાણવા છતાં પણ અવગણના કરાવનાર પ્રમાદ છે : “અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુઃખો રૂપ જે અગ્નિ, તે પ્રચુર કર્મરૂપ ઈંધનોથી ઉત્પન્ન થયેલ છે અને અવિરતપણે મોહરૂપ પવનથી ફૂંકાતો હોવાથી તેની જ્વાલાઓનો સમૂહ સંસારરૂપ વાસઘરની ચારે બાજુએ ફરી વળેલો છે : એ કારણે ચારેય બાજુથી આખુંય સંસારરૂપ વાસઘર સદાને માટે સળગતું છે : એ કારમાં અગ્નિની કારમી જ્વાળાઓથી સળગતા સંસારરૂપ વાસઘરને જોવા છતાં પણ તેનાથી આત્માને બેદરકાર રાખી એમાં ફસાવી રાખનારો પ્રમાદ છે : એ પ્રમાદનો જ એ પ્રતાપ છે કે “સળગતા સંસારરૂપ વાસઘરની મધ્યમાં રહેતો આત્મા, મદાન્વિત થવાથી પોતે જેની મધ્યમાં વસે છે તેને સળગતું જોવા છતાં પણ નચિંત રહે છે અને તેમાંથી નીકળવાનો ઉપાય વિદ્યમાન છતાં તેનાથી પણ વિમુખ રહે છે.” “સંસારરૂપ વાસઘર સળગતું છે એટલે તેમાં રહેવાથી સળગ્યા કરવા સિવાય બીજું કોઈ જ શભ પરિણામ આવનાર નથી.” અને “એ સળગતા વાસઘરથી બહાર કાઢી શાશ્વત શાંતિને આપનાર શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ ધર્મરૂપ ચિંતામણિ મોજૂદ છે.” એમ જાણવા છતાં પણ આત્માને એ સળગતા સંસારરૂપ વાસઘરમાંથી બહાર નીકળતાં અટકાવીને શાશ્વત શાંતિ આપનાર શ્રીવીતરાગ પરમાત્માએ કહેલ ધર્મરૂપચિંતામણિની ઉપાસના નહિ કરવા દેનાર કોઈ પણ અનાર્ય શત્રુ હોય તો તે પ્રમાદ છે એ પ્રમાદના હેતુભૂત પ્રમાદો પાંચ પ્રકારના છે :૧. “મદ્ય' - આત્માને નશો ચડાવનારી વસ્તુઓનું સેવન એ આ “મઘ”
નામના પ્રમાદમાં સમાય છે. સંસારથી છૂટીને મોક્ષસુખની અભિલાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org