________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ---
— 152
અવિરતિ આદિનું સ્વરૂપ વગેરે પણ આપણે જોઈ આવ્યા અને હવે આપણે ‘પ્રમાદ’નું સ્વરૂપ અને ફળ વગેરે જોઈએ. પ્રમાદની વ્યુત્પત્તિ : પ્રમાદની વ્યુત્પત્તિ કરતાં ઉપકારીઓ ફરમાવે છે કે -
“પ્રજર્વે મધન્યનેનેતિ પ્રમાણ" જેના યોગે પ્રાણીઓ પ્રકૃષ્ટપણે મદને પામે છે તેનું નામ પ્રમાદ” પ્રાણીઓને ખૂબ ખૂબ મદ કરાવનાર જો કોઈ હોય તો તે પ્રમાદ છે. એ વાત આ પ્રમાદની વ્યુત્પત્તિથી સ્પષ્ટ થાય છે. પ્રમાદ એ આત્માને ઉત્તમમાં ઉત્તમ વસ્તુની આરાધનાથી વંચિત રાખનાર છે. પ્રમાદનું સ્વરૂપ અને પ્રકાર :
પ્રાણીઓને ખૂબ ખૂબ મદ કરાવનાર પ્રમાદનું સ્વરૂપ અને તેના પ્રકાર વર્ણવતાં પણ પરમોપકારી પરમર્ષિઓ પ્રરૂપે છે કે –
प्रचुरकर्मेन्धनप्रभवनिरन्तराविमातशारीरमानसानेकदुःखहुतवहज्वालाकलापपरीतमशेषमेव संसारवासगृहं पश्यंस्तन्मध्यवर्त्यपि सति च तनिर्गमनोपाये वीतरागप्रणीतधर्मचिन्तामणी यतो विचित्रकर्मोदयसाचिव्यजनितात्परिणामविशेषादपश्यन्निव तदुभयमविगणय्य विशिष्टपरलोकक्रियाविमुख एवाऽऽस्ते जीवः स खलु प्रमादः । तस्य च प्रमादस्य ये हेतवो मद्याऽऽदयस्तेऽपि प्रमादाः । तत्कारणत्वात् । उक्तं च
"मज्जं विसयकसाया, निहा विगहा य पंचमी भणिया ।
@ પંચ પાયા, ગર્વ પતિ સંસારે II” “સઘળાય સંસારરૂપ વાસગૃહને, પુષ્કળ કર્મોરૂપી ઇંધનોથી ઉત્પન્ન થયેલ અને નિરંતર પવનથી ફેંકેલા અનેક શારીરિક અને માનસિક દુઃબોરૂપી અગ્નિની જ્વાળાઓના સમૂહથી ચારે બાજુ ઘેરાયેલ તરીકે જોતો તથા એ રીતે ચારે બાજુથી સળગતા સંસારરૂપ વાસગૃહની મધ્યમાં રહેનારો હોવા છતાં પણ અને તેમાંથી નીકળવાના ઉપાયરૂ૫ શ્રી વિતરાગ પરમાત્માએ પ્રરૂપેલ ધર્મરૂપ ચિંતામણિની હયાતી હોવા છતાં; વિચિત્ર પ્રકારના કર્મોદયની દીવાનગીરીથી ઉત્પન્ન થયેલ પરિણામ વિશેષને કારણે ન જોતો હોય તેમ તે ઉભયને અવગણીને વિશિષ્ટ પ્રકારની પરલોકની ક્રિયાથી વિમુખ જ રહે છે, તે પરિણામ વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org