________________
૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ :
બચવાનો ઉપાય ઃ
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને આ કારમા સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક શુભ હેતુથી : આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં ફસેલાં પ્રાણીઓ કેવા કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના -
"संति पाणा अंधा तमसि वियाहिया "
આ અવયવ દ્વારા એ પરમોપકારી પરમર્ષિએ પ્રરૂપ્યું કે ‘કર્મના પ્રતાપે ચક્ષુથી અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા રહેલા છે.’ એમ શ્રી તીર્થંકરદેવોએ ફરમાવ્યું છે.
ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિના સ્વરૂપથી પરિચિત થઈ જો આત્મા, એ કારમા શત્રુઓથી સાવધ બની જાય તો અવશ્ય એ કર્મના વિપાકથી બચી જાય અને નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં એનું આથડવું અટકી જાય. અવિવેક જેમ આત્માને અંધ બનાવનાર છે તેમ મિથ્યાત્વ આદિ અંધકારરૂપ હોઈ નરકગતિ આદિરૂપ અંધકારમાં અથડાવનાર છે; એ જ હેતુથી અવિવેકનું સ્વરૂપ જાણવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર મિથ્યાત્વ આદિના સ્વરૂપને જાણવાની પણ છે.
કર્મના કારમા વિપાકથી બચવાનો એ જ એક ઉપાય છે કે ‘અવિવેક આદિના સ્વરૂપને જાણી તેને આત્માથી અલગ કરવાનો અવિરત પ્રયત્ન કરવો.’ અવિવેક આદિથી બચવા માટે અવિવેક આદિના હેતુઓથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ, એ જ કારણે આપણે અવિવેક આદિનું સ્વરૂપ અવશ્ય સમજવું જોઈએ. અવિવેક આદિનું સ્વરૂપ સમજતાં એના હેતુઓ સહેલાઈથી સમજાઈ જાય છે. અવિવેક આદિનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઈ આવ્યા તેમ મિથ્યાત્વ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org