________________
૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ :
102
• બચવાનો ઉપાય :
પ્રમાદીને ઉપાલંભ : • પ્રમાદની વ્યુત્પત્તિ :
પ્રમાદથી પ્રવજ્યાસાધકને વિશિષ્ટ અપાય : • પ્રમાદનું સ્વરૂપ અને પ્રકાર :
• સુવિહિતનું કર્તવ્ય : • પ્રમાદનું ફળ :
• અંતિમ ઉપદેશ – પ્રમાદથી બચો ! વિષયઃ કર્મબંધના કારણભૂત પ્રમાદનાં અનેકવિધ સ્વરૂપની વિચારણા.
પ્રકર્ષે કરી મદને પમાડે તે પ્રમાદ. આ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. મોહરૂપી અંધતામાં કારણભૂત પ્રમાદનું આ પ્રવચનમાં સવિગત વર્ણન કરાયું છે. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા સ્વરૂપ પંચ પ્રકારક પ્રમાદનું પ્રસિદ્ધ વર્ણન તો અત્રે મળે જ છે, વધુમાં વિકથાના પ્રસિદ્ધ ચાર પ્રકાર ઉપરાંત દર્શન ભેદિની, ચારિત્રભેદિની અને મૃદુકારુણિકા નામની વિકથાના ભેદો પણ અત્રે વર્ણવાયા છે. તે જ રીતે પ્રમાદના અન્ય પ્રકારો જેવા કે, ઘૃત (જુગાર) અને પડિલેહણા પ્રમાદની અપૂર્વશ્રુત વાતો પણ ખૂબ જ વિસ્મય પમાડે તેવી છે. પડિલેહણા પ્રમાદના દ્રવ્ય-ક્ષેત્રાદિ ચાર પ્રકાર બતાવી પ્રમાદ કેવો વિનિપાત સર્જે છે અને એનાં કેવાં માઠાં ફળ જીવને ભોગવવા પડે છે, તેનું ભયાવહ ચિત્ર અત્રે આબાદ રજૂ થયું છે. વળી આઠ પ્રકારનો પ્રમાદ પણ વર્ણવ્યો છે. છેવટે પ્રમાદી જીવને ઉપકારીઓ કેવી ચીમકી આપે છે ? વિશિષ્ટ સંયમીને પણ એ કેવો પજવે, પછાડે છે ?, પ્રમાદથી બચવા સુવિહિત શ્રમણો વગેરેએ શું શું કરવું જોઈએ, એના ઉપાયો અંગેનું માર્ગદર્શન આપી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુલાકાતૃત • પ્રમાદ એ આત્માને ઉત્તમમાં ઉત્તમ વસ્તુની આરાધનાથી વંચિત રાખે છે. • વિષયો પૈકીના મનોહર ઉપર રાગ અને અમનોહર ઉપર દ્વેષ એનું નામ પ્રમાદ છે. • વિકથાઓનો પ્રચાર એ ધર્મના નાશનો જ પ્રચાર છે. • અવસર આવી પડે તો પ્રાણીઓએ વિષ ખાવું એ સારું છે, અગ્નિમાં પડીને બળી મરવું એ સારું
છે, પણ પ્રમાદ કરવો એ સારું નથી. • પાણીના સિંચનથી જેમ વનવૃક્ષો વધે તેમ પ્રમત્ત હૃદય ધરાવનારના જીવનમાં પ્રમાદના પ્રતાપે દોષોની વૃદ્ધિ જ થાય છે. મુનિ માટે કોઈ પણ ક્રિયા એવી નથી કે જે ક્રિયા અપ્રમત્તભાવ વિના ફળે. શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલી કોઈ પણ ક્રિયામાં પોતાની મતિ કલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. • પ્રભુ શાસનમાં તે જ પંડિતાઈ સાચી મનાય છે કે, જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org