________________
150g
- ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101
–
૯૧
રોગવિશેષથી પીડાતાને તો તે પ્રકારનાં વૃદ્ધિનાં કારણો દ્વારા સેવાવા છતાં પણ શરીરની હાનિ જ થાય : એ પ્રમાણે સામાન્ય ક્ષયોપશમ દ્વારા નિવૃત્તિવાળાં પણ કરેલાં પાપો સામગ્રીના લાભથી ફરી પણ સારી રીતથી વિકાસ પામે છે અને જેમ “રાજ્યક્ષમા” રોગથી સંપન્ન માણસનું શરીર ક્ષીણ જ થાય છે તેમ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમવાળા આત્માનું પાપ તો જ્યાં સુધી સર્વ પ્રકારના ક્લેશોથી રહિત મુક્તિનો
લાભ થાય ત્યાં સુધી ભવે ભવે ક્ષીણ થાય છે.” સર્વવિરતિ ગુણસ્થાને વિશિષ્ટતા :
અલ્પ ક્ષયોપશમવાળા આત્માને સામાન્ય લાભ આપતા અને જેનો મોહગ્રંથિ ભેદાયો છે એવા આત્માને કાયમી સુંદર લાભ આપતો આ “પાપઅકરણનિયમ અન્ય તીર્થિકોએ પણ પોતાનાં શાસ્ત્રોમાં ઉપદેશ્યો છે તે પણ શ્રી સર્વજ્ઞ પરમાત્માના પ્રવચનને જ આભારી છે, કારણ કે અકરણનિયમ' આદિને કહેનારાં વાકયોનો ઉદય શ્રી જિનવચનરૂપ સાગરમાંથી જ થયેલો છે. આ “પાપઅકરણનિયમનો સંભવ દેશવિરતિ ગુણસ્થાનકે પણ છે જ અને :
“સચ્ચાવિક ગુણવા વિસિતારો સો સો ” "सर्वविरतिगुणस्थानके यावज्जीवं समस्तपापोपरमलक्षणे विशिष्टतरको देशविरत्यकरणनियमापेक्षयाऽकरणनियमो भवति"
જિંદગી પર્યત સમસ્ત પાપોના ઉપશમરૂપ “સર્વવિરતિ' નામના છઠ્ઠા ગુણસ્થાનકમાં, “દેશવિરતિ' નામના પાંચમા ગુણસ્થાનકમાં જે અકરણનિયમ' હોય છે તેની અપેક્ષાએ અતિશય વિશિષ્ટ પ્રકારનો
અકરણનિયમ' થાય છે.” આ સર્વ ઉપરથી એક જ વસ્તુ સિદ્ધ થાય છે “અનિયંત્રિત એટલે કર્મબંધ માટે અનુકૂળ જીવનને નિયંત્રિત બનાવવા માટે શ્રી જૈનશાસને કડકાઈ કરવામાં કશી જ કમી નથી રાખી.” કોઈ પણ પાપની અને કર્મબંધના સામાન્ય પણ કારણની અવિરતિ જે શ્રી જૈનશાસને દુઃખકર માની છે તે શ્રી જૈનશાસન અવિરતિને ભયંકર બતાવે એમાં શું આશ્ચર્ય છે ? મિથ્યાત્વ એ જેમ આત્માનો અનાદિસિદ્ધ કારમો શત્ર છે તેમ અવિરતિ પણ એવો જ શત્રુ છે એ ઉભયને અંગે આપણે સામાન્ય વિચારણા કરી આવ્યા. પ્રમાદ અને કષાયાદિની વિચારણા હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org