________________
૯૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ –
108
वटुंति वसे तियसा, चिंतियमेत्ताइं सबकज्जाई।
સંપતિ નિયામાં, પત્તો બળેવ કબ રા" આ “અકરણનિયમના પ્રતાપે ચંદ્ર અને સૂર્યની હયાતી રહે ત્યાં સુધી આવિશ્વમાં વિમલ કીર્તિ વિસ્તાર પામે છે. પરિણામે એ“અકરણનિયમ'ના પ્રતાપે કલ્યાણની પરંપરાલારા મુક્તિ પ્રાપ્ત થાય છે: “અકરણનિયમનો પ્રતાપ એવો છે કે એના યોગે આ જન્મમાં જીવોને દેવો વશમાં વર્તે છે
અને સર્વ કાર્યો ચિંતવવા માત્રથી સફળ થાય છે?
અર્થાત્ સર્વવિરતિ અને સર્વ અણુવ્રતો અને ગુણવતો આદિના સ્વીકારરૂપ દેશવિરતિનો સ્વીકાર તો દૂર રહો પણ “અબ્રહ્મસેવાદિરૂપ જે પાપો તેને પણ નહિ કરવારૂપ અને અન્ય આત્માઓને પણ તેથી વિરામ પમાડવારૂપ જે “અકરણનિયમ' તેના પ્રતાપે આ લોક પણ સુંદર બને છે, પરલોક પણ સુંદર બને છે અને પરિણામે શાશ્વત સુખના ધામરૂપ સિદ્ધિપદની પણ પ્રાપ્તિ થાય છે. અધિકારીના ભેદે ભિન્નતા :
આ “અકરણનિયમના સ્વીકારના પરિણામમાં અધિકારીના ભેદે અવશ્ય ભિન્નતા રહે છે કારણ કે જે આત્માને ગ્રંથિભેદ થયેલો નથી હોતો તે આત્માનો “અકરણ નિયમ' કાયમી નથી બનતો અને જેની મોહગ્રંથિ ભેદાયેલી હોય છે તેનો “અકરણનિયમ' કાયમી બને છે. આ વસ્તુને સમજાવતાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે___ "इह यथा कस्यचित्रीरोगस्यापि दुर्भिक्षादिषु तथाविधभोजनाभावात् शरीरकार्यमुत्पद्यते, अन्यस्य तु पूर्यमाणभोजनसम्भवेऽपि राज्यक्ष्मनाम्नो रोगविशेषात् । तत्र प्रथमस्य समुचितभोजनलाभेऽविकलस्तदुपचयः स्यादेव । द्वितीयस्य तु तेस्तैरुपचयकारणरुपचर्यमाणस्यापि प्रतिदिनं हानिरेव । एवं सामान्यक्षयोपशमेन निवृत्तिमन्त्यपि कृतानि पापानि सामग्रीलाभात् पुनरपि समुज्जम्मन्ते । विशिष्टक्षयोपशमवतस्तु, सम्पन्नराजयक्ष्मण इव शरीरं, तावत् पापं प्रतिभवं हीयते यावत् सर्वक्लेशविकलो मुक्तिलाभ इति ।"
“આ સંસારમાં જેમ કોઈ રોગરહિતને પણ દુષ્કાલ આદિ પ્રસંગોમાં તેવા પ્રકારના ભોજનના અભાવથી શરીરનું દુર્બલપણું ઉત્પન્ન થાય છે અને કોઈને તો શરીરને પૂર્ણ કરનાર ભોજનની સામગ્રી હોવા છતાં પણ “રાજ્યશ્મા' નામના રોગવિશેષથી શરીરનું દુર્બલપણું થાય છે એ બે પૈકીના પ્રથમને તો યોગ્ય ભોજનનો લાભ થતાં તેના શરીરની વૃદ્ધિ અવિકલપણે થાય જ પણ બીજાને એટલે “રાજ્યસ્મા' નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org