________________
૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101
‘અકરણનિયમ’ ઉપદેશ્યો છે અને એ પણ અયોગ્ય છે એમ નથી કારણ કે ‘એ પણ શુભ ભાવના યોગે પરિણામે લાભદાયી છે.’
1507
‘અકરણનિયમ'નું સ્વરૂપ ઃ
સમ્યક્ત્વ પામ્યા પછી પણ સર્વ અણુવ્રતો આદિનો સ્વીકાર નહિ કરી શકતા આત્માઓને અમુક પાપને નહિ કરવારૂપ ‘અકરણનિયમ’નો ઉપદેશ પ્રભુશાસનમાં પણ અપાય છે. એક મહાસતી પ્રવર્તિનીએ, પોતાની સખીઓ સાથે આવેલી એક રાજપુત્રીને સખીઓની સાથે સમ્યક્ત્વનું દાન કર્યા બાદ અક૨ણનિયમનો ઉપદેશ અને તેનું સ્વરૂપ દર્શાવતાં ફરમાવ્યું છે કે -
" भणियं च जड़ न सक्कह, सव्वाणुव्वयगुणव्वए धरिडं । तहवि परपुरिससंगे, अकरणनियमं दढं कुणह ।।१।। पावं सयं न कीरइ, विणियत्तिज्जइ परोवि पावाए । मइविहवा नयनिउणं, अकरणनियमस्स रूवमिणं ||२||
“જો તમે સર્વ અણુવ્રતોને અને ગુણોવ્રતોને ધારણ કરવાને શક્તિમાન ન હો તો પણ તમે પરપુરુષના સંગને નહિ કરવાનો દૃઢ નિયમ કરો : ‘પોતે પાપને કરવું નહિ અને પોતાના મતિવિભવથી ન્યાયનિપુણતાનું રક્ષણ થાય એ રીતે બીજાને પણ પાપથી વિશેષ પ્રકારે પાછા ફેરવવા.’ આ ‘અકરણ નિયમ’નું સ્વરૂપ છે.”
‘અબ્રહ્મચર્યનું સેવન આદિ જે પાપો તે પાપોને નહિ કરવાનો પોતે નિયમ ક૨વો અને અન્ય પણ ભવ્ય આત્માઓ કે જેઓ એવી જાતનાં પાપોમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય તેવા આત્માઓને તેવા પ્રકારનાં પાપોથી નિવૃત્તિ કરાવવી.’ એ ‘અકરણનિયમ' કહેવાય છે. અણુવ્રતો આદિ ગૃહીધર્મને નહિ સ્વીકારી શકતા આત્માઓએ પણ આવા પ્રકારના ‘અક૨ણનિયમ’ના તો ઉપાસક બનવું જ જોઈએ. આવા પ્રકારના ‘અકરણનિયમ'ના પ્રભાવ અને પરિણામ પણ કાંઈ સામાન્ય નથી. ‘અકરણનિયમ’નો પ્રભાવ અને પરિણામ :
૮૯
એ જ મહાસતી પ્રવર્તિનીએ, સપરિવાર રાજપુત્રીને ‘અકરણનિયમ’ને દઢતાથી અંગીકાર કરવાનો ઉપદેશ આપ્યા બાદ એના પ્રભાવનો અને પરિણામનો ખ્યાલ આપતાં પણ ફરમાવ્યું છે કે -
Jain Education International
" इत्तो वित्थरइ जए विमला, आचंदसूरियं कित्ती । इत्तो कल्लाणपरंपरेण पाविज्जाए मुत्ती ।।१।।
For Private & Personal Use Only
www.jainelibrary.org