________________
- 13
८८
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - "असद्वस्तुत्यागेऽपि विरत्यादिमहाफलम् । अन्यथा तु तत्तद्वस्त्वग्रहणेऽपि पशूनामिवाविरतत्वं तत्तनियमफलेन वञ्चयते । न हि सकृद्भोज्यपि प्रत्याख्यानोच्चारं विनैकाशनादिफलं लभते । असम्भवद्वस्तुनोऽपि नियमग्रहणेन कदाचित्कथञ्चित्तद्योगेऽपि नियमबद्धस्तन्न गृह्णह्वात्यपीति व्यक्तं नियमफलम् । यो यावदवधि यथा पालयितुं शक्नोति स तावदवधि तथा समुचितनियमानङ्गीकुर्यात्, नत्वनियमित एव क्षणमपि तिष्ठेत्, विरतेर्महाफलत्वादविरतेश्य बहुकर्मबन्धादिदोषात् ।”
“પોતાની પાસે જે વસ્તુ ન હોય તેનો પણ ત્યાગ કરવાથી આત્માને વિરતિ આદિ મહાફળની પ્રાપ્તિ થાય છે અને ત્યાગ નહિ કરવાથી તો તે તે વસ્તુને ગ્રહણ નહિ કરવા છતાં પણ પશુઓની માફક અવિરતપણાની પ્રાપ્તિ થવા સાથે આત્મા, તે તે નિયમના ફળથી વંચિત થાય છે ? એક વાર ભોજન કરનારો પણ પચ્ચકખાણના ઉચ્ચાર વિના એકાસણા આદિના ફળને નથી પામતો જેની પ્રાપ્તિ પોતા માટે અસંભવિત છે એવી વસ્તુનો પણ નિયમ કરવાથી ‘નિયમબદ્ધ આત્મા, કોઈ વખતે કોઈ પણ રીતે તે વસ્તુનો યોગ થઈ જવા છતાં પણ તે વસ્તુને નથી પણ ગ્રહણ કરતો.” આ પ્રમાણે નિયમનું ફળ પ્રગટ છે આ હેતુથી જે આત્મા, જ્યાં સુધી જે રીતે નિયમોને પાળવા માટે શક્તિમાન હોય; તે આત્માએ, ત્યાં સુધી તે રીતના યોગ્ય નિયમો અંગીકાર કરવા જોઈએ; પણ અનિયમિત અવસ્થામાં તો આત્માએ એક ક્ષણ પણ ન રહેવું જોઈએ કારણ કે વિરતિના પ્રતાપે મહાફળ થાય છે અને અવિરતિથી બહુ કર્મોનો બંધ એ આદિ અનેક દોષો થાય છે.” આ પ્રમાણે સામાન્ય કોટિના આત્માને પણ ઉપકારીઓ નિયમિત બનવાનો ઉપદેશ આપે છે કારણ કે અવિરતિ એ મહાપાપ છે. સર્વવિરતિ અને અણુવ્રતાદિ દેશવિરતિ પણ જેનાથી ન બને તેણે પણ તદ્દન અનિયંત્રિત નહિ રહેતાં શક્તિ મુજબના નિયમો અવશ્ય કરવા જ જોઈએ એ આ ઉપદેશનું ઔદંપર્ય છેઅનિયંત્રિત જીવન એ મનુષ્યજીવનમાં પણ એક જાતનું પશુ જીવન છે. મનુષ્યભવ જેવા ઉત્તમ ભવને પામીને અનિયમિત અવસ્થામાં રહેવું એ આ જીવનનો દુરુપયોગ કરવા જેવું છે. કલ્યાણના અર્થીએ પોતાના જીવનનો દુરુપયોગ ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. આવા દુર્લભ જીવનનો સંપૂર્ણ સદુપયોગ ન કરી શકાય તો એનો આંશિક સદુપયોગ તો અવશ્ય કરવો જ જોઈએ. સમ્યક્ત આદિના સ્વરૂપથી અપરિચિત એવા પરતીર્થીઓએ પણ પાપમાં પ્રવૃત્તિ નહિ કરવારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org