________________
1505
- ૭ઃ મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101
– ૮૭
અવિરતિનું પરિણામ :
આ અવિરતિ એવી કારમી છે કે આત્મામાં એની હયાતી હોય ત્યાં સુધી પાપની પ્રવૃત્તિ થાઓ યા ન થાઓ તો પણ તેના નિમિત્તે થતું, આત્માનું બંધન ચાલુ જ રહે છે. આત્માની મુક્તિ ઇચ્છનારે અવશ્ય એ આશ્રવથી બચવું જોઈએ. અવિરતિ દોષનું પરિણામ વર્ણવતાં ઉપકારીઓ ફરમાવે છે કે -
"जइवि अ न जाई सम्वत्थ, कोइ देहेण माणवो एत्थ ।
अविरइअब्दयबंधो, तहावि निच्चो भवे तस्स ।।१।।" જો કે આ સંસારમાં કોઈ માણસ દેહે કરીને સર્વત્ર જતો નથી તો પણ તેને અવિરતિ અને અવતનો બંધ નિત્ય થાય છે.”
અવિરતિ અને અવ્રતનો એ પ્રભાવ છે કે ચાહે એ અવિરતિ અને અવ્રતનો અમલ થાઓ યા ન થાઓ તો પણ આત્મા તેના નિમિત્તે થતા બંધમાં અવશ્ય ફસાય જ છે. એની ફસામણથી બચવા માટે પ્રત્યેક મોક્ષાર્થીએ પોતાના જીવનને નિયમોથી નિયંત્રિત બનાવી લેવામાં કોઈ પણ રીતે ચૂકવું એ ઇષ્ટ નથી. વિષયોની પિપાસાથી પર બનીને સર્વવિરતિધર બનાય એ તો સુવર્ણ અને સુગંધનો યોગ થયા જેવું છે પણ જો એમ ન બને તો પણ દેશવિરતિધર બનવું અને તે પણ ન બને તો અવિરતિના વિપાકથી ડરતા બની યથાશક્તિ જીવનને નિયંત્રિત બનાવવું જોઈએ. મન અને ઇંદ્રિયોને આધીન બની એની જ અનુકૂળતા ખાતર ઉચ્છંખલા બની વ્રતોનો ઉપહાસ કરવો એ આત્માનો કારમી રીતે નાશ કરવાની કારવાઈ છે. એ કારવાઈ તરફ પસંદગી દર્શાવવી એ પણ સમ્યક્તને લાંછનરૂપ છે.
સમ્યગ્દષ્ટિ આત્મા, અવિરતિમોહના યોગે વિરતિધર ન બની શકે એ બનવા જોગ છે પણ અવિરતિ તરફ તેનું હૃદય ઢળે, એ નહિ બનવા જોગ વસ્તુ છે. અવિરતિ તરફ સમ્યગ્દષ્ટિ આત્માનો તિરસ્કાર જ હોય છે. અવિરતિથી ન છૂટાય એનું એને કારમું દુઃખ હોય છે. અવિરતિમોહના પ્રતાપે અવિરતિ તરફ તેનાથી ઘસડાઈ જવાય એ જુદી વસ્તુ છે પણ એ દશામાંય તેનું હૃદય તો સળગતું જ રહે છે કારણ કે “અવિરતિનું પરિણામ કારમું છે' એ વાતને એ સારી રીતે સમજે છે. વિરતિ માટેનો ઉપદેશ :
ઉપકારીઓ પણ અવિરતિથી બચાવવા માટે સામાન્ય ઉપદેશ આપતાં ફરમાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org