________________
૮૬ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
-
150મી
અવિરતિનું સ્વરૂપ છે. ઇંદ્રિયોના વિષયો સાથે રાગદ્વેષપૂર્વક અથડાયા કરવાની દશા એ અવિરતિની દશા છે
સાવદ્ય વ્યાપારોથી નિવૃત્તિ ન કરવી એનું નામ પણ અવિરતિ છે અને ઇંદ્રિયોના વિષયો પ્રત્યેના આવેશથી પાછા નહિ ફરવું એનું નામ પણ અવિરતિ છે. અવિરતિના પ્રકારો :
એ જ કારણે અવિરતિના પ્રકારો પણ બાર છે. અવિરતિના પ્રકારોનું વર્ણન કરતાં ઉપકારીઓ ફરમાવે છે કે –
“કાશિપ્રારાવિરતિ, થ? - ત્યાદ-મન સ્વાન્ત, વરખાનજિન પચ, तेषां स्वस्वविषये प्रवर्तमानानामनियमोऽनियन्त्रणं; तथा षण्णां पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसस्वरूपाणां जीवानां वधो हिंसेति ।"
“અવિરતિ બાર પ્રકારે છે : “અવિરતિ બાર પ્રકારની કેવી રીતે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે મન અને પાંચ ઇંદ્રિયોનું અનિયંત્રણ અને પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયરૂપ છયે પ્રકારના જીવોનો વધ એટલે હિંસા.” આ પ્રમાણે અવિરતિ બાર પ્રકારની છે. અર્થાત મનને અને સ્પર્શના આદિ પાંચે પ્રકારની ઇંદ્રિયો એ છયેને નિયમમાં નહિ રાખવાં અને છયે કાયોના
જીવોની હિંસા કરવી એ બાર પ્રકારની અવિરતિ છે.” અવિરતિથી બચવા ઇચ્છનારે જેમ પકાયના જીવોની હિંસારૂપ સાવદ્ય વ્યાપારોથી બચવાની આવશ્યકતા છે, તેમ મન અને ઇંદ્રિયોની આધીનતાથી પણ બચવાની આવશ્યકતા છે. છયે કાયના જીવોની હિંસાથી બચવા માટે જેમ સંપૂર્ણ પ્રાણાતિપાત વિરમણની આવશ્યકતા છે તેમ મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણની પણ સંપૂર્ણ આવશ્યકતા છે; એ જ કારણે ઉપકારીઓ પ્રાણાતિપાતાદિના અનિષેધમાં અવિરતિ ફરમાવે છે. પ્રાણોનો અતિપાત, મૃષાવાદ, અદત્તનું આદાન, મૈથુન અને પરિગ્રહ આ જેમ અવિરતિના પ્રતાપે છે, તેમ મનની અને ઇંદ્રિયોની વિષયો પ્રત્યે આવેશપૂર્વકની દોડાદોડ એ પણ અવિરતિના જ પ્રતાપે છે. સર્વવિરતિને ધરનાર આત્માઓએ જેમ પ્રાણાતિપાત આદિથી સંપૂર્ણપણે બચવાની જરૂર છે તેમ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે દોડાદોડ કરતાં અટકવાની પણ અતિશય આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org