________________
1:08 - ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ – 101 – ૮૫
વળી જ્ઞાનનું ફળ એ છે કે “એના યોગે આત્મા, યોગ્યતા મુજબ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અનુકૂળતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતે મિથ્યાદૃષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એ જ કારણે મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે, કારણ કે “અશુદ્ધ અલાબુપાત્રમાં (તુંબડામાં) નાખેલ દૂધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને - કટુતાને પામી જાય છે તેમ મિથ્યાષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.”
આથી સમજાશે કે મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવઅંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્યઅંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઈ વિવેકી આત્મા સમજી શકે તેમ છે. અવિરતિનું સ્વરૂપ :
મિથ્યાત્વ જેમ આત્માનો શત્રુ છે તેમ અવિરતિ પણ શત્રુ જ છે. અવિરતિ પણ આત્માનો એક મોટામાં મોટો દુર્ગુણ છે. એ મહાદુર્ગુણથી બચવા માટે સાવદ્ય યોગો એટલે પાપમય વ્યાપારોથી અને વિષયાવેશથી પાછા હઠવું જોઈએ. એમ કર્યા વિના અવિરતિથી બચવું એ મુશ્કેલ છે કારણ કે અવિરતિનું સ્વરૂપ જ એ છે કે “એ આત્માને સાવધ યોગોથી અને વિષયાવેશથી પાછો ન હઠવા દે.” અવિરતિનું સ્વરૂપ દર્શાવતાં ઉપકારીઓ ફરમાવે છે કે –
સાવદરોમ્બો નિવૃજ્યમાવે" “પાપમય વ્યાપારોથી નિવૃત્તિના અભાવમાં અવિરતિ રહી શકે છે.”
અર્થાત્ “પાપમય વ્યાપારોથી અનિવૃત્તિ' એનું જ નામ “અવિરતિ છે, હૃદયપૂર્વક પાપમય વ્યાપારોથી નિવૃત્તિ પામ્યા વિના આત્માની અવિરતિ ટળતી નથી. એ જ રીતે -
મહેરો વિષયશા મવેવિરતિ શિન" ખરેખર બાહ્ય ઇંદ્રિયોના જે અર્થો તેના વ્યાપરૂપ જે વિષયાવેશ તેનાથી અનુપરમરૂપ જે અખેદ તે અવિરતિ થાય.”
અર્થાત્ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇંદ્રિયોના વિષયોની લોલુપતાથી વિરામ નહિ પામવું એનું નામ અવિરતિ છે. ઇંદ્રિયોના વિષયોની પિપાસા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org