________________
८४
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ---
- 1502 પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદૃષ્ટિઓ જે રીતે સ્વીકારે છે તે રીતે હોતું જ નથી. એ અજ્ઞાનીઓ પૈકીના કોઈ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઈ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમાં મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદૃષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે.
એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતે અજ્ઞાનીઓ છે.અજ્ઞાનીઓ હોવાને કારણે એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે ! એ જ કારણે તેઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ નથી એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીત રુચિવાળા બનેલા મિથ્યાદૃષ્ટિ આત્માઓ, પ્રાય: શ્રીઅરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને કુયુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્યવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળી જ થાય છે એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય છે.
વળી મિથ્યાષ્ટિ આત્માઓને વસ્તુના બોધરૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફક યદચ્છારૂપ થાય છે, કારણ કે મિથ્યાદૃષ્ટિ આત્મા,શ્રી સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને પરતંત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડંબર કરે છે. મદિરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા, સદ્ભુત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભુત વસ્તુનો પણ તત્ત્વરૂપ વ્યવહાર કરે છે એ જ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે ઓળખાવે છે; પિશાચારિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એ જ કારણે એ ગ્રહની હયાતીમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org