________________
1501 –– ૭ઃ મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101
– ૮૩
આત્માની શાંતિ તે કોઈ પણ સંયોગમાં ગુમાવતો નથી; જ્યારે મિશ્રાદષ્ટિ આત્મા એક પૌલિક સુખનો જ અભિલાષી હોય છે અને પૌદ્ગલિક સુખો દુઃખથી મિશ્રિત હોવા સાથે પરિણામે પણ દુઃખને જ આપનારાં હોવાથી તે આત્મા દુઃખી દુઃખી અને દુઃખી જ રહે છે. પૌલિક સુખોની પિપાસાથી રિબાતા આત્માઓ ગમે તેવા અને ગમે તેટલા સુખમાં સંતોષ નથી માનતા અને અસંતોષ એ કારમું દુઃખ છે. એ કારમું દુઃખ મિથ્યાત્વની હયાતિથી ઘટતું નથી પણ વધે જ છે; એ જ કારણે મિથ્યાષ્ટિ આત્માઓ, સુખસામગ્રીની હયાતિમાં પણ સુખનો અનુભવ કરવાને બદલે દુઃખનો જ અનુભવ કરે છે કારણ કે એનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન :
‘મિથ્યાષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !” એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એ જ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાં જ ફરમાવે
છે કે -
"सदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ ।
णाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अन्नाणं ।।१।।" મિથ્યાદષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે - એક તો એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સહુ અને અસતુનો સ્વીકાર કરે છે.” એ હેતુથી અશાન છે : બીજો હેતુ એ છે કે એનું જ્ઞાન સંસારનું કારણ છે કારણ કે મિથ્યાદષ્ટિનું શાન કર્મબંધના હેતુઓ જેમિથ્યાત્વાદિ તેની જાય પ્રવૃત્તિ કરાવનાર છે.' ત્રીજો હેતુ એ છે કે “એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે થઇચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યગ્દષ્ટિ આત્માની માફક શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી હોતો' એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેત “શાનના ફળનો અભાવ છે.” જ્ઞાનનું ફળ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે.” ખરેખર મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન ઘણું જ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વની હયાતી હોય ત્યાં સુધી જ્ઞાનરૂપ થઈ શકતું જ નથી. મિથ્યાદૃષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઈ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારશે તો તે અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org