________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ક
– 1500 जह चेवोवहयणयणो, सम्मं रूवं ण पासइ पुरिसो ।
તદ ઘેa fમજીઠ્ઠિી વિડનં વર્ષ ર પાવે પારા” “જેમ દુઃસાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઔષધથી પણ વાસ્તવિક રીતે સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને રૈવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થતું. જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળાં નેત્રોને ધરનારો, કોઈ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઈ શકતો નથી તેમજ મિથ્યાષ્ટિ આત્મા, પોતા માટે
સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.” વાત એ છે કે અસાધ્ય વ્યાધિથી પીડાતા આત્માને, સ્વભાવથી તો સુખ હોતું જ નથી, પણ ઔષધના યોગેય વાસ્તવિક સુખનો એ અનુભવ નથી કરી શકતો; કારણ કે અત્યંત દારુણ રોગના પ્રતાપે, તેને માર્મિક પીડા તો ચાલુ જ હોય છે, એટલે ઔષધથી કદાચ તેને સુખનો લાભ થાય તો તે બાહ્ય જ પણ આંતર તો નહિ જ.
જેમ શરત્કાલમાં અતિશય પ્રચંડ સૂર્યનાં કિરણોથી તપી ગયેલા મોટા મોટા હૃદોનું પાણી જેમ બહારથી જ ઉષ્ણ થઈ જાય છે પણ મધ્ય ભાગમાં તો અતિશય શીતલ જ રહે છે તેમ ઉત્તમ પ્રકારની ક્રિયાઓના યોગે મિથ્યાદૃષ્ટિ આત્માને, રૈવેયકાદિકના બાહ્ય સુખનો યોગ થવા છતાં પણ તેનું ચિત્ત મિથ્યાત્વથી ઉપદ્રવ વાળું હોવાથી આંતરિક તો દુઃખ જ હોય છે.
કાચકામલાદિ દોષોથી ઉપદ્રવવાળો માણસ વસ્તુને વસ્તુરૂપે નથી જોઈ શકતો તે જ રીતે જે જે આત્માનું સમ્યજ્ઞાન, મિથ્યાત્વના પ્રતાપે ઉપહૃત થઈ ગયું છે તે આત્મા પ્રાપ્ત થયેલા અતિશય સુખને પણ સુખ તરીકે નથી ભોગવી શકતો.
મિથ્યાત્વ એ એવી કારમી વસ્તુ છે કે સુખને પણ દુઃખ બનાવી દે છે અર્થાત્ આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે, કારણ કે એ આત્મા સમ્યજ્ઞાનના પ્રતાપે વસ્તુ માત્રનો વિવેક કરી શકે છે, એટલે એ દુઃખની સામગ્રીમાં પણ સુખ અનુભવે છે તો સુખની સામગ્રીમાં સુખ અનુભવે એમાં તો આશ્ચર્ય જ શું છે ?
ખરેખર સમ્યગ્દષ્ટિ આત્મા એક મોક્ષસુખનો જ પિપાસુ હોઈ એની અપ્રાપ્તિનું દુઃખ એને સાલ્યા જ કરે છે તે છતાં પણ તે વિવેકી હોવાના કારણે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org