________________
1499
– ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ – 101
–
૮૧
હોતા. એ જ રીતે સઘળાય ગુરુઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધર્મો માનનીય છે પણ નિંદનીય નથી. આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સઅસનો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત
લોકોને અનભિગ્રહિક' નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. ૩- “અભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે “જેની બુદ્ધિ, જમાલિની માફક વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુરભિનિવેશના લેશથી વિપ્લાવિત થઈ ગઈ હોય. અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતર જ આતુર હોય તેવા આત્માને આભિનિવેશિક
નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. ૪- “સાંશયિક' નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરુ અને ધર્મને વિષે; દેવ આ કે આ? ગુરુ આ કે આ? અને ધર્મ આ કે આ?
આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે. ૫ - “અનાભોગિક' નામનું પાંચમા પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય
એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઈ વિશેષ પ્રકારના વિજ્ઞાનથી
વિકલ આત્માને હોય છે.” આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમાં અંધકારના પ્રતાપે વસ્તસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડે એમાં કશું જ આશ્ચર્ય નથી. મિથ્યાદષ્ટિને સુખના યોગમાં પણ દુઃખ જ:
સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુઃખી તરીકે અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે.
મિથ્યાદૃષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુઃખ કઈ રીતે ? તેનું પ્રતિપાદન કરતાં તેઓ શ્રીમદ્ ફરમાવે છે કે –
"णय तत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स । जह रोहवाहिगहियस्स, ओसहाओवि तब्भावे ।।१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org