________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬
જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઈ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઈ આવ્યા.
મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી :
દેવમાં અદેવપણાની, ગુરુમાં અગુરુપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર મિથ્યાત્વના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
" मिथ्यात्वं च पञ्चधा अभिग्रहकमनाभिग्रहिकमाभिनिवेशिकं सांशयिकमनाभोगिकं -
१- तत्राभिग्रहिकं पाखण्डिनां स्वस्वशास्त्रनियन्त्रितविवेकालोकानां परपक्षप्रतिक्षेपदक्षाणां મતિ ।
२- अनाभिग्रहिकं तु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सर्वे गुरवः सर्वे धर्म्मा इति ।
८०
३ - आभिनिवेशिकं जानतोऽपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितधियो जमालेवि પ્રવૃતિ ।
४- सांशयिकं देवगुरुधर्मेष्वयमयं वेति संशयानस्य भवति ।
५- अनाभोगिकं विचारशून्यस्येकेन्द्रियादेर्वा विशेषविज्ञानविकलस्य भवति " “મિથ્યાત્વ પાંચ પ્રકારે છે : ૧-એક તો આભિગ્રહિક, ૨-બીજું અનાભિગ્રહિક, ૩-ત્રીજું આભિનિવેશિક, ૪-ચોથું સાંયિક અને ૫-પાંચમું અનાભોગિક.” આ પાંચે પ્રકારનાં મિથ્યાત્વો પૈકીનું -
૧ - પહેલા પ્રકારનું ‘આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોતપોતાનાં શાસ્ત્રોથી નિયંત્રિત થઈ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હોશિયાર છે તેવા પાખંડીઓને હોય છે.
૨ - બીજા પ્રકારનું ‘અનાભિગ્રહિક’ નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે. કારણ કે વિવેકના અભાવે તેઓની માન્યતા જ એવી હોય છે કે ‘સઘળાય દેવો વંદનીય હોય છે પણ નિંદનીય નથી
1498
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org