________________
૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ :
કર્મનો જ વિલાસ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યાં છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના -
"संति पाणा अंधा तमसि वियाहिया "
આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ, ફ૨માવી ગયા કે ‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મવિપાકે જ આપાદિત કરેલ ન૨કગતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા છે એમ શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે.’
આ ઉપરથી તે વસ્તુ સ્પષ્ટ છે કે અવિવેકરૂપ અંધદશાને આધીન થઈને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઈને એને આ ભયાનક સંસારમાં કોઈ રિબાવનાર હોય તો તે કર્મ છે. એના પ્રતાપે મિથ્યાત્વાદિરૂપ ભાવઅંધકારમાં ફસી સવિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકારરૂપ નરકાદિગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સવિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહજ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org