________________
૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ : 101
અવિરતિનું પરિણામ :
૭૦ વિરતિ માટેનો ઉપદેશ :
♦ ‘અકરણનિયમ’નું સ્વરૂપ : ‘અકરણનિયમ’નો પ્રભાવ અને પરિણામ :
♦ અધિકારિના ભેદે ભિન્નતા :
૭ કર્મનો જ વિલાસ :
૭ મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી :
♦ મિથ્યાદષ્ટિને સુખના યોગમાં પણ દુ:ખ જ : ♦ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન :
♦ અવિરતિનું સ્વરૂપ :
૭ અવિરતિના પ્રકારો :
‘સર્વવિરતિ’ ગુણસ્થાને વિશિષ્ટતા :
વિષય : મિથ્યાત્વના પ્રકારો, અવિરતિનું સ્વરૂપ, વિરતિનો ઉપદેશ, અકરણ
નિયમ.
પૂર્વનાં પ્રવચનોમાં જણાવી ગયા કે, ચક્ષુનો અભાવ એ દ્રવ્ય અંધતા છે અને સદ્વિવેકનો અભાવ એ ભાવાંધતા છે. તેમજ નરકાદિનો અંધકાર તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ આદિ રૂપ અંધકાર તે ભાવાંધકાર છે. એ ભાવાંધતા અને ભાવાંધકારને દૂર કરવો જરૂરી છે. એ માટે એના પ્રકારોને જાણી લેવા પણ અનિવાર્ય બને છે. માટે જ પ્રસ્તુત પ્રવચનમાં કલિકાલસર્વજ્ઞશ્રીજીના શબ્દોના આધારે એ મિથ્યાત્વના ભેદો દર્શાવી એનું સ્વરૂપ ઓળખાવ્યું છે. મિથ્યાત્વી સંસારના સુખમાં ય દુઃખી હોય જ્યારે સમકિતી એ સુખનો ય સાચો અનુભવ કરી શકે છે. મિથ્યાત્વીનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ કેમ બને ? એ વાત પણ સરસ સમજાવી છે. આગળ જતાં અવિરતિનું સ્વરૂપ, પ્રકારો, પરિણામાદિની વિગતે વાત કરી એથી બચવા વિરતિના ઉપદેશની વાત કરી છે. અંતમાં મિથ્યાત્વના યોગે મોક્ષનાં કારણો કઈ રીતે સંસારસાધક બને ? અને અકરણ નિયમની વાત કરી પ્રવચન સમાપ્ત કર્યું છે.
સુવાક્યાતૃત
♦ મિથ્યાદૃષ્ટિ આત્મા સુખી અવસ્થામાં પણ દુઃખી અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની હોય છે. આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે.
♦ મિથ્યાદૃષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવે.
• મન અને ઈંદ્રિયોને આધીન બની એની જ અનુકૂળતા ખાતર ઉચ્છંખલ બની વ્રતોનો ઉપહાસ કરવો, એ આત્માનો કા૨મી રીતે નાશ કરવાની કારવાઈ છે.
♦ અવિરતિ તરફ સમ્યગ્દષ્ટિ આત્માનો તિરસ્કાર જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org