________________
1495 -
- ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક - 100 –
–
૭૭
મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય :
એ જ રીતે મહામોહના એ મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઈને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે...
"उद्वाहनं च कन्यानां, जननं पुत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।।१॥ "यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् ।
તદ તિ સંસ્થાણ, શિવં ભવતારમ્ ા૨ા” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુંબોનું પાલન કરવું, - આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.” અને -
“ઃ પુનર્જાનચરિત્ર-તનાકયો વિમુક્યા
मार्गः सर्वोऽपि सोऽनेन, लोपितो लोकवैरिणा ।।३।।" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવેરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.” આ પ્રમાણે –
આ મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એ જ રીતે અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાની આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
આ રીતે -
વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાંધકારથી બચવાનું ફરમાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org