________________
૭૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
- 11
"मूकान्थाः परवृत्तान्ते स्वगुणाभ्यासने रताः ।
असक्ता निजदेहेऽपि, किं पुनविणादिके ।।९।। “શોપદત્તોપાઈ-રત: વિનંતી ! तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोधनाः ।।१०।। "न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुञ्जते ।।११।। "लोकोपचारं निशेषं, परित्यज्य यथासुखम् ।
स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्ता: सदाऽपि ते ।।१२।। "ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवञ्चिताः ।
अपमानहता दीना-ज्ञानहीनाश्च कुर्कुटाः ।।१३।। "इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना ।
તે મિથ્યાદર્શનાર્વેન, સ્થાપિતા મદ ! સાધવ: ૨૪.” જે મહાપુરુષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિઃસ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે. એ જ રીતે જે મહાપુરુષો પરના વૃતાન્તમાં મૂંગા અને અંધ હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત્ જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરુષો કોપ, અહંકાર અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત્ જે મહાપુરુષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરુષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઈની પણ અપેક્ષાથી રહિત થઈને તથા તપને પોતાનું ધન માનીને રહે છે જે મહાપુરુષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિદ્યા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થાતુ-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરુષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે તેવા સાધુપુરુષોને હે ભદ્ર! આ “મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણ તરીકે, લોકના સ્વરૂપથી અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દિન તરીકે અને જ્ઞાનહીન કૂકડા તરીકે સ્થાપિત કર્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org