________________
13
- ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક - 100
9
.
કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિદ્યા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતે અંજન દ્વારા અદશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વગેરેના ખરવાથી સારા-ખોટા ફળનું કથન કરવું તે, આંતરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારાનરસા ફળનું પ્રતિપાદન કરવું તે,દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગં એટલે પુરુષો અને સ્ત્રીઓનાં જમણાં અને ડાબા અંગો ફરકવાથી શુભાશુભ ફળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વગેરેના સ્વરથી શુભાશુભ ફળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વગેરે પરથી શુભાશુભ ફળનું કહેવું તે અને ભીમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્ત તરીકે ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુનાવિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણટ્રમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વૈદ્યકક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભબતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા તથા તેવા જ પ્રકારના બીજાં પણ જે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમર્દનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ફરકાવે તેવી છે જે પ્રવૃત્તિઓ તેને જ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિઃશંક બનેલા જેઓ કોઈ પણ જાતની શંકા વિના એ પ્રવૃત્તિઓનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા છે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી, તેઓ જ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તે જ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, - આ પ્રમાણે મનાવી હે ભદ્ર!મોહરાજાનો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.”
અને -
"ये पुनर्मन्त्रतन्त्रादि-वेदिनोऽप्यतिनिस्पृहाः । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीरवः ।।८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org