________________
152s – ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103 – ૧૧૧ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે “લોભ એ સર્વનો વિનાશ કરનાર છે.” ક્રોધ આદિના ચાર ચાર પ્રકારો :
ક્રોધ, માન, માયા અને લોભ' આ ચારે કષાયો પણ ચાર ચાર પ્રકારના છે. આ ચારેના – “અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, અને સંજ્વલન' આ ચાર પ્રકાર છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોનું કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારનું છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોમાં અનંતાનુબંધી કષાયો ઘણા જ ભયંકર છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન આદિ કરતાં અનંતાનુબંધી ક્રોધાદિ આત્માનું ભારેમાં ભારે અહિત કરનારા છે. જો કે ચારે પ્રકારના કષાયો ભયંકર છે. પણ અનંતાનુબંધીની ભયંકરતા ઘણી જ ભારે છે.
અનંત ઉપકારી પરમર્ષિઓએ, અનંતાનુબંધી આદિનું સ્વરૂપ દર્શાવવા માટે એની પણ નિયુક્તિ કરી છે. એ ચારેની નિયુક્તિ કરતાં એ ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે – “અનંતાનુબંધી' આદિની નિયુક્તિઃ
"अनन्तान्यनुबध्नन्ति, यतो जन्मानि भूतये । अतोनन्तानुबन्ध्याख्या, क्रोधाद्याऽऽद्येषु दर्शिता ।।१।। नाऽल्पमप्युत्सहेोषां, प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसंज्ञाऽतो, द्वितीयेषु निवेशिता ।।२।। सर्वसावद्यविरतिः, प्रत्याख्यानमुदाहृतम् । तदावरणतः संज्ञाऽतस्तृतीये निवेशिता ॥३॥ शब्दादीकविषयान् प्राप्य, सञ्चलन्ति यतो मुहुः ।
अत: सञ्जवलनाह्वानं, चतुर्थानामिहोच्यते ।।४।। “પ્રથમ કષાયોમાં રહેલ ક્રોધાદિનું નામ અનંતાનુબંધી તે કારણથી દર્શાવેલું છે કે જે કારણથી તે જન્મને માટે અનંતા જન્મોનો અનુબંધ કરે છે અર્થાતુ અનંત ભવની પરંપરાને અવિચ્છિન્ન કરનારા ક્રોધાદિ કષાયો અનંતાનુબંધી'ના નામથી ઓળખાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org