________________
૧૧ ૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –
–
–
- 11
આ સંસારમાં જે ક્રોધાદિ કષાયોના ઉદયથી અલ્પ પણ પ્રત્યાખ્યાન ઉત્સહિત નથી થતું એ કારણથી એ બીજા પ્રકારના કષાયોમાં અપ્રત્યાખ્યાન' સંજ્ઞા સ્થાપેલી છે ? અનંતજ્ઞાનીઓએ “સર્વવિરતિ' નામનું પ્રત્યાખ્યાન પણ ફરમાવેલું છે, તેને ત્રીજા પ્રકારના કષાયો આવરે છે એ જ કારણે “પ્રત્યાખ્યાનાવરણ' નામની સંજ્ઞા ત્રીજા પ્રકારના કષાયોમાં સ્થાપન કરેલી છે અને – જે કારણથી ચોથા પ્રકારના કષાયો, વારંવાર શબ્દદિક વિષયોને પામીને સળગી ઊઠે છે, તે કારણથી ચોથા પ્રકારના કષાયોનું નામ “સંજ્વલન'
કહેવાય છે.” અનંતાનુબંધી આદિનું વિશેષ સ્વરૂપ :
આ ચારે પ્રકારના કષાયો કારમા છે એમ નિરુક્તિ દ્વારા પણ આપણને સમજાય તેમ છે. આ ચારે પ્રકારના કષાયોની વિષમતાને સમજનારા ઉપકારી મહાપુરુષો, ભવ્ય જીવોના ઉપકાર માટે એનાં સ્વરૂપો કંઈક વિશેષ પ્રકારે વર્ણવતાં ફરમાવે છે કે –
"जा जीव वरिस चउ मास-पक्खगा नरयतिरियनरअमरा ।
सम्माणुसव्वविरइ-अहक्खायचरित्त घायकरा ।।१।।" “અનંતાનુબંધી કષાયો યાવજીવ સુધી રહેનારા છે, અપ્રત્યાખ્યાની કષાયો વર્ષભર રહેનારા છે, પ્રત્યાખ્યાન કષાયો ચાર માસ રહેનારા છે અને સંવલનના કષાયો પંદર દિવસ સુધી રહેનારા છે : અનંતાનુબંધી કષાયો નરકગતિનું કારણ છે, અપ્રત્યાખ્યાન કષાયો તિર્યંચગતિનું કારણ છે, પ્રત્યાખ્યાનાવરણી કષાયો મનુષ્યગતિનું કારણ છે અને સંજવલન કષાયો દેવગતિનું કારણ છે અનંતાનુબંધી કષાયો સમ્યક્તનો ઘાત કરનારા છે, અપ્રત્યાખ્યાનાવરણી કષાયો દેશવિરતિનો ઘાત કરનારા છે, પ્રત્યાખ્યાનાવરણી કષાયો સર્વવિરતિનો ઘાત કરનારા છે
અને સંજ્વલન કષાયો યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે.” આ ઉપરથી સ્પષ્ટ થશે કે “અનંતાનુબંધી કષાયો, નરકગતિનું કારણ હોવાથી એ કષાયોને જ “નરક' શબ્દથી સંબોધે છે : અપ્રત્યાખ્યાનાવરણી કષાયો, તિર્યંચગતિનું કારણ હોવાથી એ કષાયોને જ તિર્યંચ તરીકે ઓળખાવે છે : પ્રત્યાખ્યાનાવરણી કષાયો મનુષ્યગતિનું કારણ હોવાથી એ કષાયોને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org