________________
131
– ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103
– ૧૧૩
મનુષ્ય તરીકે ઓળખાવે છે અને સંજવલન કષાયો દેવગતિનું કારણ હોવાથી એ કષાયોને જ દેવ તરીકે ઓળખાવે છે; અર્થાત્ અનંતાનુબંધીના ઉદયમાં મરેલો આત્મા, નરકગતિમાં જ જાય છે; અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો આત્મા, તિર્યંચગતિમાં જ જાય છે; પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો આત્મા મનુષ્યગતિમાં જ જાય છે અને સંજ્વલનના ઉદયમાં મરેલો આત્મા, દેવગતિમાં જ જાય છે.” પણ આ વાત જે કહેવાય છે, તે વ્યવહાર નયની અપેક્ષાએ કહેવાય છે એ વાત બરાબર ધ્યાનમાં રાખવી, કારણ કે જો એમ ન હોય તો
અનંતાનુબંધીના ઉદયવાળા એવા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ગતિ ઉપરિતન રૈવેયકમાં થાય છે : અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓની તિર્યંચગતિ, મનુષ્યગતિ અને અસુરોમાં ઉત્પત્તિ થાય છે : પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતિધર આત્માઓની દેવગતિમાં ઉત્પત્તિ થાય છે અને અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવની મનુષ્યગતિમાં ઉત્પત્તિ થાય છે.”
આ પ્રમાણે જે શાસ્ત્રોમાં સંભળાય છે એ ન સંભવે. એ જ રીતે એ ચારે કષાયોના કાળમાનની વાત પણ વ્યવહાર નયની અપેક્ષાએ જાણવી કારણ કે એ વિષયમાં પણ જો એમ માનવામાં ન આવે તે -
શ્રી બાહુબલીજી આદિને એક પક્ષથી અધિક પણ સ્થિતિ સંજવલનના કષાયની સંભળાય છે અને અન્ય સંયત આત્માઓને માસ અને વર્ષ આદિના કાલમાનવાળા પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો ઉદય અંતર્મુહૂર્તાદિનો પણ સંભળાય છે.” આ વાત પણ ન સંભવી શકે.
આ બધા ઉપરથી એ વસ્તુ તો બરોબર ફલિત થાય છે કે “કષાયો એ, આત્માના ગુણોનો કારમી રીતે નાશ કરે છે અને આત્માને સંસારમાં ભટકાવવામાં ભારેમાં ભારે ભાગ ભજવે છે. કષાયથી બચવાનો ઉપદેશ :
આ જ કારણે અનંત ઉપકારી મહાપુરુષો, એક સહજ પણ કષાયથી બચવાનો ઉપદેશ બહુ જ જોરદાર શબ્દોમાં ફરમાવે છે. કષાયરૂપ શત્રુથી બચવા માટે અનંત ઉપકારીઓ ફરમાવે છે કે –
"अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे विससियव्वं, थोवं वि हि तं बह होइ ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org