________________
૧૧૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો –
– 150
“રણ થોડું છે, વણ થોડો છે, અગ્નિ થોડો છે અને કષાય થોડો છે એમ માનીને એનો તમારે બિલકુલ વિશ્વાસ કરવો જોઈએ નહિ; કારણ કે થોડું પણ તે ઋણ આદિ ખૂબ જ થાય છે.” એ જ કારણે અનંત ઉપકારીઓ એમ પણ ફરમાવે છે કે –
"दासत्तं देह अणं, अचिरा मरणं वणो विसप्पंतो ।
सव्वस्स दाहमग्गी, देंती कसाया भवमणंतं ।। “કણ દાસપણું આપે છે. વૃદ્ધિ પામતો વ્રણ અલ્પ સમયમાં મરણ આપે છે, અગ્નિ સર્વનો દાહ કરે છે અને કષાયો અનંત સંસાર આપે છે.”
આ જ કારણે કલ્યાણકાંક્ષી આત્માઓએ, કષાયોથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. કષાયો એક ક્ષણમાં આત્માનો અધ:પાત કરી નાખે છે માટે એનો સહજ પણ વિશ્વાસ રાખવો જોઈએ નહિ. જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી.
આ રીતે હવે સમજાશે કે મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ અને કષાય આ ચારે ભયંકરમાં ભયંકર શત્રુઓ છે. આ ચારેનું સ્વરૂપ આદિ આપણે જોયું. એ જ રીતે અજ્ઞાન પણ ભયંકર છે એનું સ્વરૂપ આદિ વળી હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org